Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા વૈશાખ સુદ-૧૩ ૧૬-૫-૨૦૦૦, મંગળવાર
* જગતમાં જેટલા ઈષ્ટ સંબંધો [માતા આદિના] છે, તે બધા જ ભગવાનમાં ઘટે. હેમચન્દ્રસૂરિજી કહે છે : ‘ત્વમસન્વન્ધવાન્ધવઃ ।' ભગવાન સંબંધ વગરના બંધુ છે. માગ્યા વગર આપનારા છે. અણબોલાવ્યે બોલાવનારા છે. આથી જ પ્રકૃતિ તેમને તીર્થંકરના સર્વોચ્ચ પદ પર બેસાડે છે. એમની ઈચ્છા હોય કે ન હોય.
તીર્થંકર પદ સત્તાની લાલસાથી ભગવાને નથી મેળવ્યું, પણ ૫૨મ કરુણા-રસથી તીર્થંકર પદ તેમને મળ્યું છે. પરોપકારને એમણે આટલો ભાવિત બનાવ્યો કે તે તેમના અંગે અંગમાં વણાઈ ગયો. હરિભદ્રસૂરિજી જેવા તો કહે છે : સામેતે પરાર્થવ્યસનિનઃ । પ્રભુ હંમેશ માટે [સમ્યગ્દર્શન પહેલા પણ] પરોપકાર-વ્યસની હોય. નિગોદમાં પણ એ ગુણ પડેલો હોય, ભલે એ વ્યક્ત ન થતો હોય, પણ અંદર પડેલો હોય. જેમ ખાણમાં રહેલો હીરો માટી જેવો જ પડ્યો હોય, કોઈને ખબર પણ ન પડે કે આ હીરો હશે, તેમ ભગવાન નિગોદમાં હોય ત્યારે પણ તેમનું પરોપકારરૂપ આભિજાત્ય ગુમાવતા નથી. બહાર આવે ત્યારે માત્ર વ્યક્ત થાય છે.
* તીર્થ એટલે તીર્થંકરની હેડ ઓફિસ. આપણે એમાં રહેલા કાર્યકર્તાઓ છીએ.
જિનશાસન પામેલા એક આત્માનો સમાગમ થયો એટલે પતી ૨૬૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ