Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ક્રોધથી હિંસા
માનથી જૂઠ
માયાથી ચોરી
લોભથી અબ્રહ્મ અને પરિગ્રહના પાપો ફૂલે-ફળે છે. ભગવાન કહે છે : મેં આ ધર્મનું વિધિપૂર્વક પાલન કર્યું છે ને હું આ સ્થિતિ પર આવ્યો છું. તમે પણ એનું પાલન કરી જુઓ.
ધર્મ દુર્ગતિથી બચાવે.
ધર્મ સદ્ગતિમાં સ્થાપિત કરે.
અંતે સ્વભાવમાં સ્થિર કરે.
આત્માને હવે કહી દો : હવે હું ધર્મનું એવું પાલન કરીશ કે હે આત્મન્ ! તને કદી દુર્ગતિમાં નહિ મોકલું, સદ્ગતિ અને સિદ્ધિગતિમાં તને મોકલીને જ જંપીશ.
હાથમાં આવેલો આ ધર્મ ખોવાઈ ન જાય તે માટે સાવધ
રહેજો.
હાથમાં આવેલું ચિંતામણિ રત્ન ખોવાઈ જાય તો ? કોઈ મૂર્ખતાથી દરિયામાં નાખી દે કે કાગડા ઉડાડવા ફેંકી દે તો ? ચિંતામણિ રત્ન બીજી વાર મળે ? ચિંતામણિ રત્ન કદાચ બીજીવાર મળી જાય, પણ ખોવાયેલો ધર્મ બીજીવાર મળે તેનો કોઈ ભરોસો નથી.
* તમે જે ધર્મમાં છો, ત્યાંથી હજુ વધુ ને વધુ આગળ વધવાની ભાવના તમારા હૃદયમાં હોવી જ જોઈએ. તો જ તમે જ્યાં છો ત્યાં પણ ટકી શકો.
સમ્યક્ત્વી હો તો દેશિવરતિ ઝંખો.
દેશવિરત હો તો સર્વવિરતિ ઝંખો.
સર્વવિરત હો તો સિદ્ધિગતિ ઝંખો.
ગિરિરાજની યાત્રાએ જતાં તમે ક્યાં સુધી ચાલો ? રસ્તામાં ઘણુંય આવે, પણ જ્યાં સુધી દાદાનો દરબાર ન આવે ત્યાં સુધી
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૨૦૧