Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જગ્યાએ બીજો કોઈ બેસી જાય તો ? ઉઠાડો કે એનો ઉપકાર માનો કે મને લાભ આપ્યો ? એને ન ઉઠાડવાની સજ્જનતા રાખી શકો ? તમારા આસન ઉપર બીજા બેસે ત્યારે તમને શું થાય ?
જેટલો દેહ સાથે અભેદભાવ કેળવ્યો છે તેટલો જીવ સાથે અભેદભાવ નથી કેળવ્યો. માટે જ સૌજન્યપૂર્ણ વ્યવહાર નથી કરી શકતા.
મારે આશ્રિત આવેલાને કોઈ તકલીફ ન થાય એમ વિચારી હાથીએ સસલાના પ્રાણ બચાવી લીધા. અઢી દિવસ પગ ઉંચો રાખ્યો. તો સસલાના કારણે હાથીને શું મળ્યું ? તે તમે જાણો જ છો.
ધ્યાન માટે આઠ અંગો ધ્યાન કરવા ઈચ્છનારે આ આઠ અંગોને બરાબર જાણવા જોઈએ. (૧) ધ્યાતા ઃ ઈન્દ્રિય અને મનનો નિગ્રહ કરનાર
આત્મા.
(૨) ધ્યાન ઃ જેનું ધ્યાન ધરવાનું છે તેમાં લીનતા. (૩) ફળ : સંવર અને નિર્જરા રૂપ. (૪) ધ્યેય : ઈષ્ટ દેવ આદિ. (૫) યસ્ય : ધ્યાનનો સ્વામી. (૬) યત્ર : ધ્યાનનું ક્ષેત્ર. (૭) યદા ઃ ધ્યાનનો સમય. (૮) યથા : ધ્યાનની વિધિ.
– તત્ત્વાનુશાસન - ૩૭
૨૫ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ