Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બીજા સ્થળે જુઓ : હું એનો એ માહરો, એ હું એવી બુદ્ધિ; ચેતન જડતા અનુભવે, ન વિમાસે શુદ્ધિ.'
આત્મા કરતાં પણ વધુ પ્રધાનતા શરીરને આપી દીધી. સાચું કહેજો : ૨૪ કલાકમાં આત્મા ક્યારે યાદ આવે છે ?
મારું માથું દુઃખે છે, પેટ દુઃખે છે, પગ દુખે છે, મને રહેવાની જગ્યા બરાબર મળી નથી, મારા ખોખા હજુ નથી આવ્યા. આખો દિવસ બસ આ જ વિચારણા....? આત્મા ક્યારે યાદ આવે ? યાદ આવે તો એક માત્ર પ્રભુ ભક્તિ વખતે...!
શરીરની કાળજી રાખીએ તેટલી કાળજી આત્માની રાખીએ તો સમતા-સમાધિ દૂર નથી. “અહો ! અહો ! સાધુજી સમતાના દરિયા...' તમે સમતાના સરોવર છો ને ? કોઇ એવી આશાએ આવે તો આશા સંતોષી શકે ?
આ સ્થિતિ કેમ ચલાવી શકાય ? સિહ બકરાની જેમ બે-બેં કરતો રહે એ કેમ સહી શકાય ? આત્મા જડ જેવો બની જાય તે કેમ ચલાવી શકાય ?
આત્માને યાદ કરીને ભેદ જ્ઞાન પ્રાપ્ત નહિ કર્યું હોય તો મૃત્યુ વખતે સમાધિ નહિ રહે - એમ ચંદાવિઝય ગ્રંથ કહે છે.
ભેદજ્ઞાન થઈ ગયું તો સમજી લો : દેવાલયમાં રહેલા દેવ દેહાલયમાં આવી ગયા.
ભેદજ્ઞાન વિના પરિષહોને સહી નહિ શકીએ. ભેદજ્ઞાની શરીરના મૃત્યુથી ડરતો નથી. શરીર પડે તો પડવા દો. ડર શાનો? શરીર બીજું મળશે. ન મળે તો મોક્ષ મળશે. મૃત્યુથી ડર શાનો ?
મૃત્યુ વખતે સમાધિ રાખવી ખૂબ-ખૂબ કઠણ છે. રાધાવેધ સાધવા જેવી કઠણ છે. “ચન્દ્રાવેધ્યક’નો આ જ અર્થ થાય.
જેણે પહેલા શરીરને, મનને કસ્યા હોય તે જ આ રાધાવેધ સાધી શકે. ભેદજ્ઞાનીને અંતિમ સમયે ગમે તેટલી વેદના હોય, પણ તે
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૫