Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૩૦ ૪-૫-૨૦૦૦, ગુરુવાર
* અનંત ગુણોના ભંડાર પ્રભુ મહાવીર દેવે વિશ્વના કલ્યાણ માટે તીર્થ પ્રવર્તાવ્યું. જે તીર્થ દ્વારા સ્વયં તીર્થંકર બન્યા તે તીર્થનો પ્રભુ ઉપકાર માને. પોતાની સાધનાના ફલરૂપે તીર્થંકર થયા. તીર્થ સ્થાપ્યું. મારા બધા આત્મબંધુઓનો મારા પર ઉપકાર છે. તેનો બદલો વાળવા આ તીર્થની સ્થાપના જરૂરી છે, એમ પ્રભુ તીર્થંકર નામકર્મ ખપાવે છે.
પ્રભુ સંયમધર્મને એવો આત્મસાત્ બનાવે કે જે એમને બીજા જન્મમાં એવી શક્તિ આપે કે તેમના ઉપદેશથી અન્ય પણ તીર્થંકર - ગણધર કે કેવળજ્ઞાની બની શકે. આ સર્વોત્કૃષ્ટ વિનિયોગ કહેવાય. આવી શક્તિ તીર્થકરને જ મળે, બીજાને નહિ. બીજા નંબરમાં ગણધરોને મળે. આવી શક્તિ કેમ મળી ? પૂર્વભવોમાં એવા એવા મનોરથોની સાથે પ્રયત્નો કર્યા.
મોક્ષમાર્ગનો આ સંઘ છે. આ સંઘમાં આપણે સભ્ય છીએ કે કેમ? જે આત્મા સમ્યગ્રદર્શન પામ્યો હોય, શ્રત સામાયિક, સમ્યકત્વ સામાયિક પામ્યો હોય તે ભગવાનના સંઘનો સભ્ય કહેવાય. આ સર્ટીફિકેટ છે તમારી પાસે ?
ભાવચારિત્ર ન આવે ત્યાં સુધી ન ચાલે. આપણી પાત્રતા ઉપર આ ચારિત્ર આપણને મહાપુરુષોએ
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૯