Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
સમજે. પ્રભુએ જેમને પોતાના માન્યા, એમને આપણાથી પરાયા કેમ માની શકાય ? એટલે તો આપણે દીક્ષા લીધી છે. દીક્ષા લેવી એટલે છ જવનિકાય પ્રત્યે પ્રેમ કેળવવો !
પ્રભુ સાથેનો અભેદભાવ તો જ ઉલ્લસિત બને. આપણે પ્રભુને એકલા જ સમજી બેઠા. પણ પ્રભુનો પરિવાર ઘણો મોટો છે. પ્રભુ આવે તો પરિવાર સાથે જ આવે, એકલા કદી જ ન આવે.
આ રીતે જે પરિવાર સહિત પ્રભુને હૃદયમાં પ્રતિષ્ઠિત કરે તેનું સમાધિ-મૃત્યુ નિશ્ચિત છે.
* દુર્ગતિમાંથી સગતિમાં આવ્યા, આટલી ધર્મસામગ્રી મળી, એમાં તમે તમારો પુરુષાર્થ કારણ છે - એમ નહિ માનતા. આ બધું પ્રભુ ના પ્રભાવે જ મળેલું છે. નજર સમક્ષ પ્રભુનો પ્રભાવ હોવા છતાં ઈન્કાર કરવો તે પ્રત્યક્ષ સૂર્યનો ઇન્કાર કરવા બરાબર છે. લાખો આંધળા પણ સૂર્યનો ઈન્કાર કરે તો પણ દેખતો સૂર્યને માનશે જ. લાખો નાસ્તિકો પ્રભુનો ઈન્કાર કરશે તો પણ ભક્ત તો પ્રભુને માનશે જ.
* આજે તમે સૌ દાદાની યાત્રા કરીને આવ્યા ને ? આજે શું જોયું ? અપાર ભીડ ! મારા દાદાનો કેવો પ્રભાવ કે લોકો દૂર-દૂરથી ખેંચાઈને આવે છે !
પણ દાદા તો એવા જ છે : નિરંજન - નિરાકાર ! ભક્તોની ભીડથી એ ખુશ નથી થતા કે કોઈ ન આવે તો નારાજ નથી થતા.
* જેવા ભાવો આ સિદ્ધગિરિમાં ઉત્પન્ન થાય, તેવા બીજ ક્યાંય ન થાય, એ વાત માત્ર સાધકને સમજાય. એ માટે સાધકનું હૃદય જોઈએ.
* મરુદેવી માતા પ્રભુના આલંબનથી જ મોક્ષે ગયેલાં. શરૂઆતનું રુદન, ભક્તિમાં બદલાયું. પછી તો પ્રભુનું વીતરાગપણું અને વિરાટપણું દેખાયું.
* કેવળજ્ઞાન પ્રભુમાં પ્રગટ છે. બીજા જીવોમાં પ્રચ્છન્ન છે. કેવળજ્ઞાન એટલે સકલ જીવોમાં રહેલી આનંદમયી સત્તા ! પ્રભુ એ સત્તાનું સર્વમાં દર્શન કરતા રહે છે, આપણે નથી કરતા.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૪૩