Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માનશો તો ભક્ત કદી નહિ બની શકો. ૧૧ ગણધરોની તૈયારી ન હતી પણ સમવસરણમાં ગયા ને કામ થઈ ગયું. હવે કહેશો ને કે ગણધરપદનું દાન ભગવાને કર્યું. આપણા જેવા રખડતા રહ્યા. | * ભગવાનના સાધુ કરતા સાધ્વીજીઓની સંખ્યા વધારે. ૩૬000. તેનું શું કારણ ? જાણો છો ?
બહેનોમાં કોમળતા વધારે હોય છે. કોમળ હૃદય સમર્પિત બની શકે છે. સમર્પણ જ સ્ત્રીઓને મુક્તિ સુધી પહોંચાડે છે. ભગવાન મહાવીરના સાધુઓ તો ૭૦૦ જ મોક્ષે ગયા, પણ સાધ્વીજીઓ ૧૪૦૦ મોક્ષમાં ગઈ, એનું કારણ કદાચ આ જ હશે.
સહનશક્તિનું રહસ્ય...
તમારામાં આટલી બધી સહનશક્તિ ક્યાંથી આવી?
ઉપર, નીચે અને વચ્ચે જોવાથી.”
“એટલે ?'
“ઉપર જોઉં છું ત્યારે મોક્ષ યાદ આવે છે. નીચે જોઉં છું ત્યારે ધરતી દેખાય છે ને હું વિચારું છું. મારે કેટલા ફૂટ જમીન જોઈએ ? નાહક ઝગડા શાના ? અને આસપાસ જોઉં છું તો તે લોકો દેખાય છે, જેઓ મારાથી પણ વધુ દુઃખો સહન કરી રહ્યા છે. આ છે મારી સહન શક્તિનું રહસ્ય !'
કહ્યું કલાપૂર્ણસૂરિએ ક ૨૪૧