Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુરુને ન કહે કે મને તમારાથી વધારે જ્ઞાન છે.
ગુરુ મહારાજ કેટલા ઉપકારી કે “પોતાની પાસે કેવળજ્ઞાન નથી ને મને આપ્યું છે.” આવો દૃષ્ટિકોણ “તમારાથી હું મોટો એવો ભાવ આવવા જ ના દે. જો કે, આ તો આપણી દૃષ્ટિએ વિચારણા છે. બાકી, કેવળજ્ઞાનીને વિચારણા કેવી ?
* દેવ-ગુરુના ગુણો પ્રત્યે પ્રેમ-આદર વધારે તેટલો આત્મગુણોનો પ્રકાશ વધારે. વિકલ્પ કરીને જાતે ધ્યાન કરી શકો પણ નિર્વિકલ્પ દશા તો દેવ-ગુરુની કૃપાથી જ આવે.
* માર્ગ મળ્યો છે – માર્ગ બતાવનારા મળ્યા છે તો શા માટે પ્રમાદ ?
ભક્તની ઈચ્છા
હું મરી જઈશ પછી મારું શરીર માટી તો બની જ જવાનું છે. હે પ્રભુ મારી એવી ઈચ્છા છે કે એ માટીમાંથી ઉત્પન્ન થયેલ વૃક્ષ દ્વારા કોઈ સુથાર આપના ચરણની પાદુકા બનાવે. આમ મને જો તારા ચરણમાં રહેવાનું મળશે તો હું મારી જાતને જગતમાં સૌથી સૌભાગ્યશાળી માનીશ.
– ગંગાધર
૨૩૮ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ