Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આનંદ છે એમ જાણ્યા પછી પણ તે મેળવવાનું મન કેમ નથી થતું ? શું ખામી છે મારામાં ? નિર્મલ ને પુષ્ટ નિમિત્ત આપનું મળ્યું છે. આત્માનું એકાંતે હિતકારી, આલોક ને પરલોકમાંય હિતકારી એવું શાસન મળ્યું છે. છતાં કેમ તેમાં પુરુષાર્થ નથી થતો ? કે દેવ-ગુરુધર્મની આરાધના નથી થતી ? શું મારો જીવ અભવ્યનો હશે કે દુર્ભવ્યનો હશે ?
અભવ્યનો જીવ તો મોક્ષે જવાની ઘસીને ના જ પાડે. દુર્ભવ્ય કહે કે આવવું તો છે પણ અત્યારે નહિ.
* આ કાળે મોક્ષ નથી, ચારિત્રની વિશુદ્ધિ નથી એવું સંઘયણ આજે નથી. તે બધું કબૂલ – પણ કમ સે કમ પ્રભુના દર્શન તો કરી શકીએ ને ?
સ્પષ્ટતર - સ્પષ્ટતમ દર્શન કરવાની તમન્ના જાગી છે ?
જે પરમાત્મા મોક્ષમાં છે, મહાવિદેહમાં છે, કેવળી ભગવાનના સદેહે છે તે જ પરમાત્મા મારા દેહમાં, સકલ આત્મપ્રદેશે રહેલા છે. એવું જાણ્યા પછી તમે એના દર્શન માટે તમન્ના નહિ સેવો ?
* તમારા પૈસા બેંકમાં જમા હોય, ને તમે અહીં ચેક લખી બેંકમાં મોકલાવો તો કેશીયરને પૈસા આપવા જ પડે. તેમ તમારી આત્મસંપત્તિ તમને મળે જ. તમે એના હકદાર છો.
* આરિતા આગળ જઈને ઊભા રહો, તો તમારો ફેસ એ જ ક્ષણે દેખાય તેવી રીતે નિર્મલ બનેલા ચિત્તમાં તે જ વખતે પ્રભુના દર્શન થાય. આરિસામાં તો હજુ પ્રતિબિંબ છે. અહીંયા સાક્ષાત દર્શન પ્રભુના થાય.
આરિસો નિર્મલ ન હોય તો પ્રતિબિંબ નિર્મલ ન પડે તેમ ચિત્ત નિર્મલ ન હોય તો પ્રભુ ચિત્તમાં ન આવે. હવે નિર્મલ બનવાનો પુરુષાર્થ જ કરવાનો છે. આ ક્યારે બને ? મલિનતાને દૂર કોણ કરે ? નિર્મલતા કોણ લાવે ?
સમતાથી ચિત્ત નિર્મલ બને. ચારિત્રવાને જ આ ચીજ મળે. ચારિત્રમાં નિર્મલતા કષાયના જયથી મળે. આપણી ખામી ક્યાં છે
૨૩૬ જે કહ્યું કલાપૂર્ણસૂરિએ