Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નહિ ને મને તો કાંઈ જ નથી થયું, હું તો બહાદુર છું, શક્તિશાળી છું, એમ કહી દે તો તેના શરીરમાં સ્કૂર્તિ આવે ? અભિમાનમાં રહી જેણે ન કહ્યું તેની હાર થઈ. તેમ ચારિત્રમાં પણ અતિચાર લાગે તો તરત ગુરુ પાસે બધું જણાવી પ્રાયશ્ચિત લઈ લેવું જોઈએ.
* ચારિત્ર ઉપર આટલો બધો ભાર શા માટે ? મુક્તિના શાશ્વત સુખની ઈચ્છા હોય તો ચારિત્ર પાળવું જ પડે. ચારિત્ર આ ભવમાં પણ જીવન્મુક્તિનો આનંદ આપે છે. દેવોને તથા ચક્રવર્તીને પણ જે ન મળે તે આનંદ આ ચારિત્રમાં મળે છે.
જ્ઞાનસારમાં સાધુના આનંદ માટે “તેજોલેશ્યા” શબ્દનો પ્રયોગ થયેલો છે. તેજોલેશ્યા એટલે આત્મિક સુખની અનુભૂતિ. પોતાને જ એની ખબર પડે પણ બીજાને એના તેજ ઉપરથી અને જીવન વ્યવહારથી ખબર પડે.
આત્મતત્ત્વનો સ્પર્શ ચારિત્રવાન આત્મા કરે. સમ્યગુ જ્ઞાનવાળો જાણકારી મેળવી શકે. સમ્યગુ દર્શનીને શ્રદ્ધા થાય પણ ચારિત્રવાનું જ તેનો અનુભવ કરે.
* જ્ઞાન-દર્શન-ચારિત્ર એ મુક્તિનો માર્ગ છે. જેટલી જ્ઞાનદર્શન – ચારિત્ર મેળવવામાં ખામી તેટલી આત્માના વિકાસમાં ખામી. જેટલી જ્ઞાન મેળવવામાં ખામી તેટલી દર્શનમાં ખામી.
આત્મા એ જ દર્શન, દર્શન એ જ આત્મા. આત્મા એ જ ચારિત્ર, ચારિત્ર એ જ આત્મા.
વસ્તુ ને વસ્તુનું નામ જુદા પડતા જ નથી. વસ્ત્ર ને વસ્ત્રની શ્વેતતા જુદી ન પડે. ગુણ-ગુણીનો અભેદ છે. તેમ જ્ઞાન-દર્શનચારિત્રથી આત્માને જુદો ન પાડી શકો. જડમાં આ ન મળે. જીવમાત્રમાં આ હોય તેમ જીવ સિવાય ક્યાય ન હોય. આપણી જે પ્રવૃત્તિ છે તે જ્ઞાન દર્શન માટેની જ છે ને ? આત્માના કલ્યાણની જ છે ને ?
સામાયિક ચારિત્રને એવું પાળવું જોઈએ કે જે તમને મુક્તિ અપાવે. કદાચ મુક્તિ ન અપાવે તો ય મુક્તિના સુખો અહીંયા જ અપાવે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૨૦