Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
રીતે મારી શકાય ? બીજા બેને આ વિચાર ન આવ્યો.
હવે તમને કેટલા જુએ છે ? અનંતા-સિદ્ધો વીશ વિહરમાન, ૨ ક્રોડ કેવળીઓ-આ બધા જુએ છે. તો આપણે કેવી પ્રવૃત્તિ કરીશું ? આપણે નારદ જેવા ? કે બીજા બે વિદ્યાર્થી જેવા ?
* આ ચારિત્ર બરાબર પાળીએ તો મોક્ષનું સર્ટિફિકેટ મળી ગયું કહેવાય. તમને દીક્ષા-વડીદીક્ષા-જોગ કરાવ્યા એટલે ભગવાન તરફથી સર્ટિફિકેટ આપ્યું કહેવાય.
સમ્યગદર્શન મળ્યું એટલે તમે મોક્ષના અધિકારી બની ગયા. સંઘમાં કોઈ પોતાનો પાસ ખોઈ નાખે તો જમાડે નહિ. પ્રભાવના પણ ન આપે. આપણે સમ્યગ્રદર્શનનું સર્ટિફિકેટ ખોઈ નાખીશું તો મોક્ષ નહિ મળે. માટે જ કહું છું : આને સંભાળજો. મળેલા મહાવ્રતોને બરાબર સાચવજો. રોહિણીની જેમ બીજાને પણ આપજો.
પાંચ સમિતિ - ત્રણ ગુપ્તિનું પાલન અણીશુદ્ધ કરો તો આ ચારિત્ર રૂપી પાસ બરાબર સચવાશે.
* કુમારપાળ મહારાજાએ ભૂતકાળમાં માંસ ખાધેલું. એક વખત ઘેબરનું ભોજન કરતા'તા ને એમાં માંસ જેવો સ્વાદ આવ્યો. અને ચમક્યા : મને કેમ આ યાદ આવ્યું ? ને રડીને ગુરુ મહારાજને કહ્યું કે મને કેમ યાદ આવ્યું ? ઘેબરમાં માંસની સ્મૃતિ થઇ એનું પ્રાયશ્ચિત્ત આપો. હેમચન્દ્રસૂરિજીએ પ્રાયશ્ચિત્તમાં ૩૨ દેરાસર બંધાવવાનું કહ્યું. અને ૩૨ દાંતોને સજા તરીકે યોગશાસ્ત્રના ૧૨. અને વીતરાગસ્તોત્રના ૨૦ પ્રકાશનો રોજ સ્વાધ્યાય કરવાનું કહ્યું.
મયં દ્વિનિ = ગંદી - ગલીચ ચીજો છોડી દીધી હોય તો પણ યાદ આવે. તો અત્યારે એ મારો પાપી આત્મા નથી. અત્યારે તો હું ભગવાનનો સાધુ છું. થઈ ગયેલા પાપોની નિંદા કરું છું. જે વખતે તેની સ્મૃતિ થઈ જાય તે જ ઘડીએ નિંદા કરવાની છે.
આપણને આ ભગવાને કેવું શસ્ત્ર આપ્યું ? ભૂલ થઈ જાય પણ ભૂલ થતાં પશ્ચાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત કરો તો પાપથી છૂટી શકો. એ ન કરો તો ભવભ્રમણ થાય.
“દુષ્યનું સંવરેનિ' પાપમય અતીતની નિંદા કરવાની છે તેમ
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ક ૨૨૯