Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કહેવાય. કોઈપણ જીવનું અપમાન તે ભગવાનનું અપમાન કહેવાય.
“બોસમાવિષqભાવ ” અજિત શાંતિમાંનું આ પ્રભુનું વિશેષણ સર્વ જીવરાશિ સાથે પ્રભુના અભેદભાવને બતાવનારું છે.
પ્રભુએ જે આજ્ઞા કરી તે ન પાળીએ તો પ્રભુનો અનાદર થાય.
- આ તીર્થની સ્થાપના ભગવાને કરી. માટે જ આ શાસન પ્રભુનું કહેવાય. તમે અત્યારે જે ઓરડીમાં રહો છો તે ઓરડી તમારી કહેવાય, તમારા શિષ્યો - તમારા કહેવાય, તો ભગવાને જેને શ્રાવક-શ્રાવિકા-સાધુ-સાધ્વી તરીકે સ્થાપ્યા તે ભગવાનના ન કહેવાય ? એટલે સંઘનો અનાદર તે ભગવાનનો જ અનાદર થયો.
ભવભ્રમણનું મૂળ કારણ કોઈ હોય તો પ્રભુનો અનાદર છે. માટે જ પગામસાયમાં ૩૩ આશાતનાઓ બતાવી છે. સર્વ જીવરાશિની પણ આશાતના બતાવી છે.
ગુરુની આશાતના એ મારા ભગવાનની આશાતના છે, એમ લાગે છે ? ભગવાન પ્રત્યે બહુમાન થવાથી ભવનિર્વેદ આવે. ભગવાન પ્રત્યે બહુમાન થયા વગર કોઈ જીવને કોઈ ગુણ ન મળે. માટે જ બધા જ ગુણોના દાતા ભગવાન છે, એમ માનજે. પ્રશ્ન થશે કે, ગુણો તો અમે પેદા કર્યા એ ભગવાને આપ્યા શી રીતે કહેવાય ?
ભોજનની ક્રિયા ભલે તમે કરી પણ ભોજનમાં ભૂખ મટાડવાની શક્તિ ન હોય તો ? પત્થર ખાવ તો ભૂખ મટે ?
તેમ ભગવાન હતા તો બહુમાન થયું ને ? બહુમાન ભલે આપણા આત્મામાં થયું પણ ભગવાન ન હોત તો થાત ? ભગવાન ન હોત તો ગુણો આવત ?
* આપણે ચારિત્ર તો લઈ લીધું છે, પણ એમાં આનંદ કેમ નથી આવતો ? પ્રભુ-ભક્તિરૂપ તેનો ઉપાય બરાબર જાણતા નથી માટે આનંદ નથી આવતો. જેટલી પ્રભુની ભક્તિ વધે તેટલી શ્રદ્ધા વધે, આત્માનુભૂતિનું દ્વાર ખુલે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૩૩