Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પણ પાણીની તરસ લાગે તો પાણી નહિ, શેરડીનો રસ પીવડાવતો. આજે પણ ઘણાય કૂતરાને રોટલા-પક્ષીને ચણ-ગરીબોને અનાજ આપે છે. તેમાં લાખો રૂપિયા વાપરે છે.
પરોપકાર એ મારું જ કામ છે. મારી ચિંતા મને છે. તેમ જીવ માત્રની મારે ચિંતા કરવાની છે. કમ સે કમ સમુદાયની તો કરું.” આવી ભાવના સૌને જાગે તો એક પણ સમસ્યા ઊભી ન થાય.
શરીરના કોઈપણ ભાગમાં દુ:ખે તો તરત જ ડૉક્ટર બોલાવી ઇલાજ કરાવો છો. શરીરની ચિંતા કરો છો તેમ સંયમ એ તમારો દેહ છે. તેને કોઈ ઘા ન લાગે - ચોટ ન લાગે - મલિન ન બને તેની કાળજી રાખવી જોઈએ.
* જીવો ૪ પ્રકારના
ચારિત્ર લેતી વખતે શૂરવીર પણ પછી કાય૨.
ચારિત્ર લેતી વખતે કાયર પણ પછી શૂરવીર.
ચારિત્ર લેતી વખતે શૂરવીર અને પાળતી વખતે પણ શૂરવીર. ચારિત્ર લેતી વખતે કાયર અને પાળતી વખતે પણ કાય૨. આપણે કેવા ?
=
* મનથી - વચનથી - કાયાથી કોઈપણ જીવની હિંસા નહિ કરું. નહિ કરાવું, નહિ અનુમોદું. આ કરેમિ ભંતેની આપણે પ્રતિજ્ઞા લીધી છે તેમાં કચાશ આવે ખરી ? કચાશ આવે તો આપણને ચોટ લાગે છે ?
બે મલ્લો કુસ્તી કરતા હતા. કેટલાય દિવસો સુધી તેમનું એ યુદ્ધ ચાલ્યું. એમાં આખો દિવસ યુદ્ધ કરી તે મલ્લો પોતાના મુકામમાં જતા ત્યારે તેમની સેવા કરનારાઓ પૂછતા કે તમને ક્યાં વાગ્યું છે ? કયા ભાગમાં ઘા વાગ્યો છે ? એક મલ્લ બધું બતાવતો તેથી તેના સેવકો તે તે જગ્યાએ તેને માલીશ મલમપટ્ટા વગેરે કરી આપતા. જેથી ફરીથી શરીરમાં સ્ફૂર્તિ આવી જાય. પણ જો તે વખતે મલ્લ પોતાના સેવકને શરીરના ઘા વિગેરે કાંઇ બતાવે જ
-
♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ