Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૭ ૨-૪-૨૦૦૦, બુધવાર
* આપણા માટે નહિ, જગતના સર્વ જીવો માટે માનવ-ભવ દુર્લભ છે. આ માનવ-જીવન બધાને જોઈએ છે. બધા એને ઝંખે છે. સીટ થોડી છે. મેમ્બર ઘણા છે.
તેઉવા સિવાય] બધાય દંડકોમાંથી જીવ મનુષ્ય થઈ શકે. અને મનુષ્ય બધા જ દંડકોમાં જઈ શકે.
દુનિયાના કિંમતી પદાર્થો કામકુંભ, ચિંતામણિ આદિ એક તરફ મૂકો ને એક તરફ માનવભવ મૂકો. માનવ-ભવ ચડી જશે.
અસંખ્યાત દેવો તલસી રહ્યા છે કે અમને ક્યારે માનવ-ભવ મળે ? ક્યારે અમે સાધુ બનીએ ? સાધુઓને તેઓ રોજ વંદે છે, સ્મરે છે. આપણને આવા સાધુપણાની કિંમત ખરી ?
* અરિહંતોને વંદન કરવાથી પાપ કપાય તેમ સાધુને વંદન કરવાથી પણ પાપ કપાય. અરિહંત, સિદ્ધ, આચાર્ય કે ઉપાધ્યાય, સાધુ બન્યા વિના બની શકાતું નથી.
દીક્ષિત તીર્થંકર સાધુ જ કહેવાય.
અરિહંત પણ પહેલા સાધુ બને છે, પછી જ તીર્થંકર બની શકે છે. આવું સાધુપણું મેળવીને આપણે પ્રમાદમાં પડ્યા રહીશું ? મનુષ્યપણું મળવું, એમાં પણ બોધિ મળવી, એમાં પણ સાધુપણું
કહ્યું, કલાપૂર્ણ રિએ જ ૧૯૩