Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મળવું કેટલું દુર્લભ છે ? એ નિરંતર વિચારો.
માનવ-જીવન મળ્યા પછી બોધિ મળવી કાંઇ સહેલી નથી. એ માટે ગણધરોને પણ ભગવાન પાસે માંગણી કરવી પડે છે : 'आरूग्ग बोहिलाभं समाहिवरमुत्तमं दिंतु ।'
પ્રશ્ન ઃ ગણધરો તો સમ્યગ્દષ્ટ જ હોય પછી બોધિમાટે પ્રાર્થના શા માટે ?
ઉત્તર ઃ મળેલી બોધિ વધુ નિર્મળ બને માટે. મળેલી બોધિને ખોઇને નિગોદમાં પહોંચનારા પણ અનંતા જીવો છે.
આવેલી બોધિ, સમ્યક્ત્વ જઇ પણ શકે. ક્ષાયિકભાવ ન આવે ત્યાં સુધી ભરોસો ન રાખી શકાય. આપણા અત્યારના ગુણો ક્ષાયોપશમિક ભાવના છે. કાચના વાસણની જેમ એમને સંભાળવા જરૂરી છે.
* દૂર રહેલા દશ્યોને T.V. દ્વારા તમે અહીં જોઇ શકો છો, તેમ દૂર રહેલા ભગવાનને નામ-મૂર્તિ આદિ દ્વારા તમે અહીં જોઈ શકો. માત્ર તમારી પાસે શ્રદ્ધાની આંખ જોઇએ.
‘વિનય ન છોડવો. ગુરુને ઓળવવા નહિ. કૃતઘ્ન બનવું નહિ.'' આટલું અવશ્ય ધ્યાનમાં રાખજો. જે ગુરુએ આ રજોહરણ આપ્યું એ ગુરુના અનંત ઉપકાર સદા નજર સમક્ષ રાખજો.
* પુણ્યના માલિક ભગવાન છે, આપણે નહિ. જ્યારે પણ આપણે પુણ્ય બાંધ્યું હશે ત્યારે કેવી રીતે બાંધ્યું હશે ? અરિહંતોએ કહેલા કોઇક સુકૃતનું જાણ્યે-અજાણ્યે આચરણ કરતાં જ પુણ્ય બાંધ્યું હશે ને ? એ પુણ્ય પર આપણી માલિકી ન કરાય. પુણ્ય ભગવાનનું છે તો તેના દ્વારા મળેલું ભગવાનને સમર્પિત કરો. આ કૃતજ્ઞતા છે.
* ખૂબ આળસ, ખૂબ ભૂખ, ખૂબ જ ખાવાની ઇચ્છા, ખૂબ જ પીવાની ઈચ્છા થતી હોય તો સમજવું : મારો આત્મા તિર્યંચ ગતિમાંથી આવ્યો છે.
ખૂબ જ આવેશ, લડાઇ-ઝગડો કરતાં વિલંબ નહિ, ગાળો બોલતાં વિચાર નહિ, કોઇ અપકૃત્યની શરમ નહિ, વાતે વાતે વાંકું
૧૯૪ * કહ્યું, કલાપૂર્ણસૂરિએ