Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
માનવ-જીવન એમાં પણ શ્રમણપણું પામીને પણ કંડરીક સાતમી નરકે ગયા. આપણે એવા બનવું છે? ઊંચી ભૂમિકામાં આવ્યા પછી પતન ન થાય તે ખાસ જોવાનું છે.
“ઊંચે હુએ તો ક્યા હુઆ ? જૈસે પેડ ખજૂર;
પંથી કો છાયા નહીં, ફલ લાગે સો દૂર.”
* જ્ઞાન કે દર્શનને ચારિત્રથી અલગ નહિ કરતા. દર્શન અને જ્ઞાનનું મિશ્રણ જ સમ્યફ ચારિત્ર કહેવાય. દર્શન-જ્ઞાન વગરનું ચારિત્ર સાચા અર્થમાં ચારિત્ર કહેવાય જ નહિ.
જ્ઞાનદશા જે આકરી, તે ચરણ વિચારો;
નિર્વિકલ્પ ઉપયોગમાં, નહિ કર્મનો ચારો...” દર્શન યુક્ત જ્ઞાન તીક્ષ્ણ બને છે ત્યારે એ સ્વયં ચારિત્ર બની જાય છે.
પૂ. ઉપા. યશોવિજયજી મ. પામેલા પુરુષ હતા. પોતે જે પામ્યા તે બીજા પણ પામે તેવા ઉદેશથી તેમણે ૧૨૫, ૧૫૦, ૩૫૦ વગેરે ગાથાઓના સ્તવનો બનાવ્યા. એમને ચિંતા હતી : મને મળ્યું તો મારા અનુગામીઓને શા માટે ન મળે ? બાપને ચિંતા હોય છે : મેં તો આ સંપત્તિ મેળવી છે. મારા આ પુત્રો સંપત્તિ સંભાળી શકશે ને ? એ માટે એ અનેક ઉપાયો વિચારે છે.
ઉપા. યશોવિજયજીએ પણ પોતાને મળેલો સાધુપણાનો આનંદ બીજાને પણ મળે માટે જ આ કૃતિઓ બનાવી છે.
* આપણા ભવભ્રમણનું મૂળ કારણ અજ્ઞાન છે. અજ્ઞાનના કારણે આપણે જાણતા જ નથી : મારું સ્વરૂપ કેવું છે ? કોણે પચાવી પાડ્યું છે ? કર્મસત્તાએ આપણું સમગ્ર ઐશ્વર્ય પચાવી પાડ્યું છે - આ વસ્તુ આપણે જાણતા નથી, માટે જ સંસારમાં ભમીએ છીએ. કરોડપતિના પુત્ર હોવા છતાં રોડપતિ બનીને ફરીએ છીએ !
જે વસ્તુનું જ્ઞાન જ ન થાય, તે મેળવવા જીવ પ્રયત્ન શી રીતે કરે ? માટે જ અજ્ઞાન સર્વ દુઃખનું મૂળ કહેવાયું છે.
માત્માSજ્ઞાનમવું દુઃરવમ્ !'” બધું જ દુઃખ આત્માના
૨૦૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ