Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૧૧ ૩૦-૪-૨૦૦૦, રવિવાર
* સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન - સમ્યફચારિત્ર ત્રણે મળી મોક્ષમાર્ગ બને છે. આ ત્રણેની આરાધના કરીએ ત્યારે મોક્ષ મળે. તો મારા જીવનમાં સમ્યમ્ દર્શન છે ? સમ્યગૂ જ્ઞાન છે? તે જુઓ. સમ્યગૂ દર્શન ન આવે ત્યાં સુધી જ્ઞાન એ અજ્ઞાન છે કારણ સમ્યગુ દર્શન વગરનું જ્ઞાન આત્માના દોષોની નિવૃત્તિ નથી કરતું. આત્માને પ્રેરણા આપે એ જ્ઞાન.
આજ સુધી આપણો અનંતો કાલ નિષ્ફળ ગયો. કારણ આ માર્ગ મળ્યો નથી.
* જ્ઞાન વિનયથી જ આવે. વિનય શીખી જશો તો જ્ઞાન આવશે જ. જેટલા અંશમાં વિનયની ખામી તેટલી જ્ઞાનમાં ખામી.
ગૌતમ સ્વામીમાં પૂર્ણ વિનય હતો. તેમના શિષ્યો પણ કેટલા વિનયી હતા ? ગુરુ આપણી યોગ્યતા પ્રમાણે જ મળે. યોગ્યતા હશે તો આ જન્મમાં પણ સગુરુ મળી જાય. સદ્દગુરુ મળે પણ હું એને માનું નહીં તો ? માટે જ આપણે જયવીયરાયમાં બોલીએ છીએ કે સદૂગુરુનો યોગ થાઓ ને તેમના વચનને હું તહત્તિ કહીને વધાવું. જે ગુરુના વચનને તહત્તિ કરે છે તે ભગવાનના વચનને પણ તહત્તિ કરે છે. કેમકે ગુરુ અને ભગવાન અલગ નથી.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૨૧૯