Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હોય તો ? નાનપણમાં માતા પુત્રને અનાજ ન આપે, પણ સ્તનપાન કરાવે. બહારનું દૂધ પણ ન આપે. આપણે બધા માની ગોદ ખૂંદીને આવ્યા છીએ. જેને માતા પ્રત્યે આટલો પ્રેમ છે તે માતાની ઉપેક્ષા કરે ? કરે તો તેની પ્રસિદ્ધિ જગતમાં થાય ? વિકાસ થાય ?
તો પછી ચારિત્રરૂપી રત્ન આપનાર એવી માતાને આપણે ભૂલી જઈએ ? હરિભદ્રસૂરિજીએ યોગ ગ્રંથોમાં કહ્યું છે કે આત્મસંપ્રેષણ એ પણ એક યોગ છે. વચન અનુસાર તત્ત્વનું ચિંતન કરવું એ યોગનો પ્રારંભ છે. ગુરુ ભક્તિના પ્રભાવે તેમણે ૧૪૪૪ ગ્રંથો રચ્યા જે સંઘનું યોગક્ષેમ કરી શકે એવા ગ્રંથો છે. આવા મહાન વિદ્વાનની પણ સમિતિ ગુપ્તિ કેવી ? નિશ્ચય વ્યવહાર ઉભયમાં નિષ્ણાત. નિશ્ચય સાપેક્ષ વ્યવહાર એમની એક એક પંક્તિમાં હોય.
વ્યવહારની આરાધના વિના નિશ્ચય ન મળે. આવેલી આરાધના તેના વગર ન ટકે. વ્યવહાર ચારિત્રની ઉપેક્ષા કરીએ છીએ માટે આત્મ રમણતા રૂપ નિશ્ચય ચારિત્ર આપણને મળતું નથી. ધ્યાનસમાધિની વાતો કદાચ ન આવડે, પણ ચિંતા ન કરો. સમિતિગુપ્તિનું પાલન બરાબર કરો. તો એમાં પણ ધ્યાન વિગેરે આવી જ જાય છે.
સમિતિ પ્રવૃત્તિ પ્રધાન છે, તેમાં જયણાપૂર્વકની ક્રિયા મુખ્ય છે. ગુપ્તિ નિવૃત્તિ પ્રધાન છે. જો કે, ગુપ્તિ પ્રવૃત્તિ ને નિવૃત્તિ બને સ્વરૂપ છે.
ભાષા સમિતિ બરાબર પાળી તો વચનગુપ્તિ આવવાની જ. એના ફળરૂપે મનોગુપ્તિ પણ આવવાની જ.
* ગોચરીમાં દોષો લગાડીને લાવ્યા એટલે પ્રમાદ આવે જ.
એક આચાર્ય ભગવંતે પોતાના વિનીત-અપ્રમાદી શિષ્યને બપોરના વખતે ૨-૩ કલાક સુધી ઉઘેલા જોઈ વિચાર્યું ઃ ક્યારેય નહીં ને આજે આ પ્રમાદ કેમ ?
જગાડીને પૂછ્યું : વહોરવા ક્યાં ગયા હતા ? રોજ જાઉં છું ત્યાં !' નવી વસ્તુ લાવ્યા હતા ?'
૨૨૨ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ