Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બની ગયા છે. ગોશાળો પણ છેલ્લે કહેશે કે ગુરુની આશાતના મેં કરી તો આટલું હું રખડ્યો.
આધોઈમાં ચોમાસાનો પ્રવેશ હતો. [વિ.સં.૨૦૨૭] ત્યારે પૂ. દર્શનવિજયજી બપોરના બે વાગ્યા સુધી આવ્યા નહિ. ચિંતા થઈ. તપાસ કરાવી તો દર્શન વિ.મ.ઘરાણાના પાદરેથી દિશાભ્રમના કારણે પાછા લાકડીયા પહોંચી ગયા હતા. લાકડીઆથી જ અમે વિહાર કર્યો હતો. જ્યાંથી નીકળેલા ત્યાં જ પહોંચી ગયા.
આપણે પણ દરેક જન્મમાં આવું જ કર્યું છે. જાણકારની સલાહ માની નહીં સ્વચ્છંદમતિથી ચાલ્યા જ કર્યું. તો ઘાંચીના બળદની જેમ ત્યાં ને ત્યાં જ રહ્યા. માટે જીવનમાં ગુરુનું વચન ઉલ્લંઘવા જેવું નથી.
ગુમાં જ્ઞાન ઓછું હોય તો પણ તેમના પ્રત્યેની શ્રદ્ધા ફળદાયી બને. પૂ. ઉપાયશોવિજયજી મ. જ્ઞાની કે એમના ગુરુ જ્ઞાની હતા ? છતાં જુઓ તો ખરા ? પાંચ કડીનું સ્તવન હશે તોય તેમાં પોતાના ગુરુનું નામ તેમણે લખ્યું છે. આવો ભાવ આપણો છે ? | * આ ગ્રંથના કેટલા વખાણ કરવા ? આ ગ્રંથનો સંકલ્પ છે : આપણને મોક્ષે પહોંચાડવા !
ચારિત્ર મળી જ ગયું છે તો હવે તેને વિશુદ્ધ શા માટે ન બનાવવું ?
* પાંચ સમિતિ-ત્રણ ગુપ્તિમાં સતત ઉપયોગ વગર આ અષ્ટ પ્રવચન માતા પળાતી નથી. પ્રવચનમાતા ન હોત તો પ્રવચનની ઉત્પત્તિ ન હોત. પ્રવચનમાતા ન હોય તો ચારિત્રની ઉત્પત્તિ ન થાય. માતા વગર પુત્રની ઉત્પત્તિ થાય ? પુત્ર મોટો થાય ? માટે જ આનું નામ અષ્ટ પ્રવચન માતા આપ્યું.
જેના જીવનમાં આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ નથી તેના જીવનમાં સંયમ શી રીતે હોઈ શકે ?
સંયમની વિશુદ્ધિ મેળવવી ક્યાંથી ? અષ્ટ પ્રવચન માતા પાસેથી. માતાએ પુત્રને જન્મ આપી દીધો. પણ તેને સંભાળનાર જ ન
કહ્યું ક્લાપૂર્ણસૂરિએ ૨૨૧