Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મુક્તિ પ્રમાણમાં સમક્તિ અને ચારિત્ર અને જરૂરી છે. ચારિત્ર, સમક્તિ સહિત હોય તો જ મુક્તિ-પ્રાપક બને છે.
મળી ગયેલું ચારિત્ર કેટલું નિર્મળ બન્યું છે ? તેનું સતત નિરીક્ષણ કરતા રહેજે. ચારિત્રને બગાડનારા કષાયો છે. સૌ પ્રથમ એને ઉદયમાં આવવા જ ન દો. ઉદયમાં આવી જાય તો પશ્ચાત્તાપ દ્વારા નિષ્ફળ બનાવી દો. ચારિત્ર-શુદ્ધિનો આ ઉપાય છે.
જિન-ભક્તિ, ગુરુ-સેવા, સાધુઓની વેયાવચ્ચ, સ્વાધ્યાયતત્પરતા વગેરે ચારિત્ર-શુદ્ધિ માટેના અનન્ય પરિબળો છે.
સ્વાધ્યાય કરનારા ઘણા સેવામાં કરાય છે. “આમ સેવા કરતા રહીએ તો ભણવાનું ક્યારે ?” આમ વિચારીને સેવાથી દૂર રહેનારા સમજી લે કે આવો લુખો સ્વાધ્યાય તમારું કલ્યાણ નહિ કરે. જ્ઞાન કદાચ ફળે કે ન ફળે, પણ સેવા તો ફળે જ ફળે. માટે જ વેયાવચ્ચને અપ્રતિપાતી ગુણ કહ્યો છે.
સંઘ તરફથી આપણે સેવા લેતા રહીએ [શ્રાવક સંઘ આપણી કેટલી ભક્તિ કરે છે તે વિચાર્યું ?] ને વડીલોની સેવા ન કરીએ તે તમને બરાબર લાગે છે ? વૃદ્ધોની સેવા તો અમૃત છે. એનાથી અનેક ગુણોની વૃદ્ધિ થાય છે.
આપણે ક્યારેય ઘરડા નહિ થઈએ? ઘરડા થઈશું ત્યારે આપણી કોઈ સેવા નહિ કરે તે ગમશે ? તો આ વૃદ્ધોની સેવા આપણે નહિ કરવાની ? કોઈની સેવા કરવી નહિ ને બધાની સેવા લેવા ઇચ્છવું એ કયા ઘરનો ન્યાય ?
વૃદ્ધોની જગ્યાએ તમારી, જાતને કલ્પનાથી ગોઠવી જુઓ. તો તમને બધું સમજાઈ જશે.
““હું ઘરડો થઈ ગયો છું. મારી કોઈ સેવા કરતું નથી.' એવી કલ્પના તમે કરો. તે વખતે તમારા હૃદયનું કંપન જુઓ. મારી આવી દશા થાય તે મને નથી ગમતું તો બીજાની દશા મને ગમે છે, તે સારું છે ?- એમ જાતને પૂછતા રહો.
. * ક્યારેક ચારિત્રના પરિણામ ટકે તેવા ન હોય ત્યારે પણ શ્રદ્ધા તો ટકાવી જ રાખો. શ્રદ્ધા - સમક્તિ હશે તો ચારિત્ર
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૧૦