Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ભગવાન એવા ભોળા નથી કે તરત જ મળી જાય. એના માટે ખૂબ તડપન, ખૂબ જ લગન જોઈએ. જુઓ આનંદઘનજી કહે છે :
દોડતા દોડતા દોડતા દોડયો, જેતી મનની રે દોડ; પ્રેમ પ્રતીત વિચારો ટુંકડે, ગુરુ-ગમ લેજે રે જોડ...”
પછી લાગે છે : પ્રભુ તો આ રહ્યા. અત્યાર સુધી હું પ્રભુને દૂર માનતો હતો, પણ તેઓ તો મારા ઘટમાં જ બિરાજમાન હતા.
ચોપડી વાંચીને કોઈ વૈદ ન બને, તેમ ગુરુ વિના કોઈ પ્રભુને પામી ન શકે. માટે જ કહ્યું : “ગુરુગમ લેજો રે જોડી
* સમતા પરિણામી સાધુને શું માટી ને શું સોનું ? [કોઈ રૂપિયાની થેલી મૂકી જાય ને કહે : મહારાજ ! થોડીવાર સંભાળજો. તો અમે ના કહીએ.] શું નિંદા કે શું સ્તુતિ ? આગળ વધીને શું સંસાર કે શું મોક્ષ ? બધું જ સમાન દેખાય. * યસ્ય દષ્ટિ: શ્રવૃષ્ટિ: નિ: શમસુધારિ: | तस्मै नमः शुभज्ञान - ध्यानमग्नाय योगिने ।
– જ્ઞાનસાર સંતની દષ્ટિ ! જાણે કરુણાની વૃષ્ટિ ! સંતની વાણી જાણે સમતા-અમૃતનું ઝરણું ! આવા સંતો જ્ઞાન-ધ્યાનમાં સદા મગ્ન હોય.
ભગવાનના સાધુ પણ આવા હોય તો ભગવાન કેવા હશે?
આપણે ભગવાનના આવા સાચા સાધુ બનવું છે – એવો મનોરથ તો આપણે સેવીએ.
* અત્યારે દાદાની યાત્રાઓ કરીએ છીએ તે સમ્યક્ત્વને નિર્મળ કરવાની ઉત્કૃષ્ટ ક્રિયા છે. સાધુને ચારિત્ર મળવા છતાં તીર્થયાત્રા કરવાનું વિધાન છે. સમ્યકત્વ મળી ગયું હોવા છતાં તેને વધુ નિર્મળ બનાવવા આમ કરવું જરૂરી છે.
૨૧૨ જ કહ્યું, કલાપૂર્ણસૂરિએ