Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
કષાયોના નાશ માટે જ ચાર મૈત્રી આદિ ભાવો છે. મૈત્રી આદિ ભાવોના અભ્યાસથી જીવનમાં કટુતાના સ્થાને મધુરતા આવે
મૈત્રીથી ક્રોધ, પ્રમોદથી માન, કરુણાથી માયા અને મધ્યસ્થતાથી લોભ કષાયને જીતી શકાય
* પ્રથમ સામાયિક છે : સામ. મધુર પરિણામ પ્રગટે. બીજું સામાયિક છે ઃ સમ. તુલા પરિણામ પ્રગટે. ત્રીજું સામાયિક છે : સમ્મ. તન્મય પરિણામ પ્રગટે. આ બધું વિવેચન જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણે કરેલું છે. પૂ. પં. ભદ્રંકરવિજયજી એ આ બધા પદાર્થો આપેલા. એ વાંચીએ ત્યારે હૃદય નાચી ઊઠે.
સમ એટલે રાગ-દ્વેષના પ્રસંગોમાં સમતા રાખવી. ચિત્તને દરેક પ્રસંગે સમતોલ રાખવું. આ પદાર્થ ભાવિત કરવા હોય તો પૂ. આનંદઘનજી રચિત શ્રી શાન્તિનાથજીનું સ્તવન પાર્ક કરજો.
માન-અપમાન ચિત્ત સમગણે, સમ ગણે કનક-પાષાણ રે; વંદક-નિંદક સમ ગણે, ઈસ્યો હોય તે જાણ રે.”
ચિત્તને જરાય વિષમ ન થવા દેવું તે સમ સામાયિક છે. આવો સાધક પ્રશંસા સાંભળતાં ખસે, પોતાની નિંદા સાંભળતાં રાજી થાય.
એ માને : ઘઉંમાંથી કાંકરા કાઢનારો તો મોટો ઉપકારી છે. એના પર ગુસ્સે થવાનો કોઈ સવાલ જ નથી.
નિંદક નિયરે રાખીએ...” આ જ અર્થમાં કહેવાયું છે.
આપણું લેબલ “ક્ષમાશ્રમણ”નું છે, પણ અંદર માલ “સમતા”નો છે ખરો ? ઉપર આકર્ષક પેકીંગ હોય ને અંદર માલ ન હોય તો તમે શું કહો ? સમતા વગરના આપણને લોકો શું કહેશે ? - માધ્યચ્ય ભાવથી સમતાની સુવાસ આવે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૨૧૧