Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ને ? પણ આપણને ક્યાં ઉતાવળ છે ?
શ્રાવકપણામાં પણ જેટલા નિયમો પાળતા હતા તેટલા અહીં પાળો છો ? સામાયિકમાં રહેલા શ્રાવકને તમે વાતો કરવાની કે સૂવાની છૂટ આપો ? આપણે સ્વયં સામાયિકમાં હતા ત્યારે આમ કરતા હતા ? જો નહિ તો હવે સાધુપણામાં એ કામો શી રીતે થઈ શકે ? માટે જ સાધુપણામાં સ્વાધ્યાયને જોરદાર મહત્ત્વ આપવામાં આવ્યું છે.
સ્વાધ્યાય ચાલુ રાખવાથી જ સમતાભાવ પ્રગટ થઈ શકે છે.
* ચંદનને બાળો, ઘસો કે કાપો પણ એ પોતાની સુગંધ છોડે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. આપણી સમતા આવી બનાવી જોઈએ. બાકી નામની સમતા શા કામની ?
વંદન કરનારા શ્રાવકો આપણને ક્ષમાશ્રમણ [‘ચ્છામિ વમાસમm.” “હમમ એટલે ક્ષમાશ્રમણ.] કહે છે. ખરેખર આપણે ક્ષમાશ્રમણ છીએ ?
ઘણાનું નામ શાન્તિવિજયજી, ક્ષમાવિજયજી હોય છે. નામ પાછળ સંકેત હોય છે : એવા ગુણો મેળવવા માટેનો. નામ સારું હોય પણ ગુણ ન હોય તો ?
પં. મુક્તિવિજયજી મ. [લાકડીયા, સં. ૨૦૧૨] ઘણીવાર એક વાર્તા કહેતા :
એક બાવાનું નામ શીતલદાસ હતું. અત્યંત શાંત સ્વભાવી તરીકે પ્રસિદ્ધિ, પણ એક છોકરાને વિશ્વાસ ન બેઠો. એ પરીક્ષાર્થે ગયો. વારંવાર પૂછવા લાગ્યો : બાબાજી ! બાબાજી ! આપકા નામ ક્યા ?
એક-બે વાર બાવાજીએ શાન્તિથી જવાબ આપ્યો : બચ્ચા ! મેરા નામ શીતલદાસ હૈ ! પણ વારંવાર પૂછાતાં પેલાનું મગજ ફાટ્યું. હાથમાં ચીપિયો લઈને દોડયા.
પેલા છોકરાએ જતાં જતાં કહ્યું : બાબાજી ! અબ આપકા નામ શીતલદાસ નહિ, ક્રોધદાસ હૈ ! સારું છે આપણી કોઈ પરીક્ષા
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૨૦૯