Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૯ ૨૮-૪-૨૦૦૦, શુક્રવાર
* પ્રભુ કથિત માર્ગ એટલે રત્નત્રયી. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર આ મોક્ષ માર્ગ છે.
સગર્શન જ્ઞાનવારિત્રાણિ મોક્ષમા : | - તત્ત્વાર્થનું આ પ્રથમ સૂત્ર છે.
વારિત્રા”િ માં બહુવચન, મામાં એકવચન એમ શા માટે ? ત્રણેય મળીને જ મોક્ષમાર્ગ બની શકે, એમ જણાવવા માટે.
એકલી શ્રદ્ધા કે એકલું જ્ઞાન કે એકલું ચારિત્ર તમને મોક્ષે ન લઈ જઈ શકે.
* સિદ્ધપ્રાભૂતમાં લખ્યું છે કે - મહાવિદેહ ક્ષેત્રમાં જન્મેલા. અપહૃત આત્માનો ભરતક્ષેત્રમાંથી પણ મોક્ષ થઈ શકે. ભરતક્ષેત્રમાંથી જ નહિ, અઢીદ્વીપના દરેક ક્ષેત્રમાંથી આ રીતે મોક્ષ થઈ શકે.
આવી રીતે મોક્ષ ન થાય તો સિદ્ધશિલાનો દરેક અંશ અનંત આત્માઓથી શી રીતે પરિપૂર્ણ બને ? એ અપેક્ષાએ સંપૂર્ણ અઢીદ્વીપ તીર્થ છે, જ્યાંના દરેક કણમાંથી અનંત અનંત આત્માઓ મોક્ષે ગયા છે. સિદ્ધાચલ એટલે મહાન તીર્થ છે કે બીજા કરતાં અહીંથી અનંતગણા વધુ આત્માઓ મોક્ષે ગયા છે.
હિમાલયના કેટલાક યોગીઓ જ્યારે નવકાર બોલતા હોય,
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૨૦૦