Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
દર્શન નથી આપતા. એ માટે ઉત્કટ અભિલાષા, અદમ્ય ઝંખના જોઈએ. આગળ વધીને કહું તો આંખમાં આંસુ જોઈએ. '
બાળક બનવાનું આપણે ભૂલી ગયા છીએ. બાળક હતા ત્યારે રડતા ને મા આવતી, હવે તો મોટા બની ગયા ને ? હવે રડાય ? પ્રભુ માટે રડો. પ્રભુ દોડતા આવશે. મા દોડતી આવે તો ભગવાન દોડતા ન આવે ? ભગવાન તો જગતની મા છે.
તું વીતરાગ થઈને છૂટી જાય એ ન ચાલે. હું એમ તને છોડવાનો નથી. એમ માનવિજયજી ભગવાનને કહે તો આપણે ન કહી શકીએ ?
પાંચ ક્ષમા ઉપકાર ક્ષમા ઃ માતા-પિતા, શેઠ વગેરે ઉપકારી છે, એમ સમજી તેમનું સહન કરવું તે. અપકાર ક્ષમા : જે હું ક્રોધ કરીશ તો સામેવાળો મારો લોથ વાળી નાખે તેવો બલિષ્ઠ છે. માટે તેની સામે ક્ષમા રાખવામાં જ મા છે - એમ વિચારીને સહન કરવું તે. વિપાક ક્ષમા : જો હું ગુસ્સો કરીશ તો મને જ નુકસાન થવાનું છે. સમાજમાં ‘ક્રોધી” તરીકેની છાપ પડશે. પરલોકમાં દુર્ગતિમાં જવું પડશે - એમ વિચારીને સહન કરવું તે. વચન ક્ષમા ઃ મારા પ્રભુની આજ્ઞા છે કે ક્ષમા રાખવી. આજ્ઞામાં બીજે કશો વિચાર હોય જ નહિ. આવા વિચાર પૂર્વક રાખવામાં આવતી ક્ષમા. સ્વભાવ ક્ષમા : ક્ષમા એ તો મારો ધર્મ છે, સ્વભાવ છે. એને હું કઈ રીતે છોડી શકું ? શું ચંદનને કોઈ કાપે, ઘસે કે બાળે છતાં તે કદી સુગંધ રેલાવવાનું કામ છોડી દે છે ? સુવાસ ચંદનનો સ્વભાવ છે. ક્ષમા મારો સ્વભાવ છે. આવી ભાવનાથી રહેતી સહજ ક્ષમા.
૨૦૬ જ કહ્યું,
ક્લાપૂર્ણસૂરિએ