Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૮ ૨૭-૪-૨૦00, ગુરુવાર
* પ્રભુનું જ્ઞાનામૃત પીએ તે અજરામર બની જાય. જિનવચન તો અમૃત છે જ, પણ તે પર માત્ર આદર કરો તો પણ કામ થઈ જાય. "जइ इच्छह परमपयं, अहवा कित्तिं सुवित्थडं भुवणे । ता तेलुक्कुद्धरणे जिणवयणे आयरं कुणह ॥" જિન-વચનનો આદર તેના પાલન તરફ લઈ જાય છે.
જિન-વચનથી આપણને સમજાય છે કે મળેલી સામગ્રી કેટલી દુર્લભ છે ! દુર્લભ ૧૫ વસ્તુઓમાંથી ૧૨ વસ્તુઓ તો વ્યવહારથી મળી ગઈ છે, માત્ર ત્રણ જ બાકી છે : ક્ષપકશ્રેણિ, કેવળજ્ઞાન અને મોક્ષ !
દ્રવ્યથી પણ જૈનકુળમાં જન્મ પામે, તે કેટલી પુણ્યાઇ કહેવાય?
જિન-વચનની શ્રદ્ધા, અને શ્રાવકપણું પણ દુર્લભ ગણાય, તો સાધુપણાની વાત જ શી કરવી ?
* કોઈ માણસ મળેલી મીઠાઈ રાખી મૂકતો નથી, આસ્વાદ માણે છે. સાધુપણું પણ માણવા માટે છે. મીઠાઈનો સ્વાદ તો માણીએ છીએ, સાચા સાધુપણાનો સ્વાદ જ્યારે માણીશું ? સાધુપણાના આસ્વાદની ઝંખના પણ જાગે તોય કામ થઈ જાય.
૨૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ