Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
એક થોય, સ્તવન કે સક્ઝાય સારી બોલીએ તો પણ આપણે ફૂલાઈ જઈએ, એટલા આપણે તુચ્છ છીએ.
પર-અપકર્ષથી નિંદાનો જન્મ થાય છે. સ્વ-ઉત્કર્ષથી ડંફાસનો જન્મ થાય છે. કોનાથી આપણે ઊંચા છીએ ? કોણ આપણાથી નીચું છે ? બધા જ જીવો સરખા છે, સિદ્ધોના સાધર્મિકો છે. - જ્ઞાનસારનો પહેલો શ્લોક કંઠસ્થ છે ને ? “જેન્દ્ર શ્રી તુવન્નેન.”
પૂર્ણ આત્માઓ પણ જો સૌને પૂર્ણરૂપે જોઈ રહ્યા હોય તો કોઈને અપૂર્ણ જોવાનો આપણને શો અધિકાર ?
એક જ મુદ્દાને આગળ ધરીને જે જીવની તમે નિંદા કરો છો, તેનાથી સૌથી મોટું નુકશાન કયું? એના બીજા બધા ગુણોને તમે ઢાંકી દો છો. ફલતઃ એ ગુણો તમારામાં આવી શકતા નથી. | માટે જ જ્ઞાનીઓ કહે છે : બીજાના ગુણો જોઈ રાજી થાવ. પોતાનો થોડો પણ દોષ જોઈ જાતને હીન માનો.
ગુણવાન આત્માઓનો અનાદર કરવાથી જ આપણે ભૂતકાળમાં બોધિ-દુર્લભ બન્યા છીએ. હજુ ક્યાં સુધી બોધિદુર્લભ બનવું છે ?
દેવોનો પણ અનાદર કરવાનો નથી. કોઈપણ જીવનો અનાદર કરવાનો નથી. પગામ સાયમાં શું બોલો છો ?
હેવા માસાયUIT - તેવી માસાયTIS...” આગળ વધીને
“વ્યTITમૂસળીવ સત્તા માસીયUTIU ” બધા જ જીવોનો અનાદર ટાળવાનો છે.
પ્રશ્ન : વિરાધના - આશાતનામાં શો ફરક ?
ઉત્તર : વિરાધના ટાળી શકાય. આશાતના તો તમને ચારે બાજુથી તોડી નાખે. વિરાધના જીવોની થાય. આશાતના વડીલોની, ગુણીયલની થાય. ગુણીયલની આશાતના ખૂબ જ ભયંકર છે. ગુણીયલની આશાતના થવાથી આપણે બોધિદુર્લભ બનીએ છીએ.
કૂલવાલક મુનિ આશાતનાથી જ સંસારમાં ડૂબી ગયો. વિરાધનાથી તો હજુ છૂટી શકાય, આશાતનાથી છૂટવું મુશ્કેલ છે.
કહ્યું, કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦