Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાડવામાં વાંધો નહિ. અધમાઈની પરાકાષ્ઠા, ગુરુની સામે તો ખાસ બોલવું, આ લક્ષણો નરકમાંથી આવ્યાના છે.
* ડાકણ, સાપણ, શંખિણી કે એવા કોઈ અપશબ્દોનો પ્રયોગ તમે બીજા પ્રત્યે કરશો તો યાદ રાખજો : તમારે જ એવા બનવું પડશે. ભવાંતરમાં તમને જીભ નહિ મળે.
આ જીભ દ્વારા સારા શબ્દો, ભગવાનના ગુણ-ગાન ગાઈને અઢળક પુણ્ય ઉપાર્જી શકાય, એના સ્થાને તમે જે જીભનો દુરુપયોગ કરો તો તમે એવા મૂર્ખ ઠરી રહ્યા છો, જે ચંદનના લાકડાથી કોલસા પાડી રહ્યો છે, અને એ કોલસા દ્વારા જાતને કાળી કરી રહ્યો છે.
* કપડાદિમાં રંગ-બેરંગી દોરા નાખવા. વગેરેમાં ટાઇમ શા માટે બગાડવો ? તમે બીજા સમુદાયના હો તો પણ મારી ભલામણ છે કે આમાં ટાઈમ નહિ બગાડતા. આમાં આપણું સાધુપણું શોભતું નથી.
* જીભ દ્વારા કદી કઠોર શબ્દોનો પ્રયોગ નહિ કરતા. તમારા જેવા કઠોર શબ્દોનો પ્રયોગ ગુરુ તો કરી શકે નહિ. એમ કરે તો ટોળું ભેગું થાય. ગુરુને તો લોક-લાજ હોય ને ? આથી પેલાને ડબ્બલ પાવર ચડે : હં... ગુરુને કન્ટ્રોલમાં રાખવાનો સારો ઉપાય મળી ગયો ! આ ભયંકર કક્ષાનો ગુરુદ્રોહ છે, જે નરકે લઈ જાય. નરકમાં જવું હોય તે જ આવા કાળા કામ કરે.
* આ જીવન આ રીતે વેડફવા માટે છે ? જીવનનો કિંમતી સમય કઈ રીતે વાપરો છો ? સમજી લો કે જીવનનો કોઈ ભરોસો નથી. વધુમાં વધુ તમે કેટલું જીવવાના ? ૧૦૦ વર્ષ ? મને ૭૦ થયા. ૧૦૦ વર્ષ આયુષ્ય હોય તો પણ ૨૪ વર્ષ જ બાકી રહ્યા. પણ સો વર્ષ કેટલા જીવે છે ? નેવું વર્ષ તો ખખડી જવાય. ૧૪ વર્ષ તો હદ થઈ ગઈ !
બે વાર તો જતો જતો બચી ગયો છું. એક વખત આધોઈ [વિ.સં. ૨૦૧૬] માં ને બીજી વખત મદ્રાસ [વિ. સં. ૨૦૫૦] માં. જીવનનો શો ભરોસો છે ? જીવન તો પરપોટો છે. એ ક્યારે પણ ફૂટી જઈ શકે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૫