Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
* ક્યારેક અપમાનનો પ્રસંગ આવે, ક્રોધ ભભૂકી ઊઠવાની તૈયારીમાં હોય ત્યારે વિચારજો :
જેનું અપમાન થઈ રહ્યું છે, તે હું નથી. હું [આત્મા] છું. અનામી છું. મારા નામને કોઈ ગાળો આપે તો મને શું ? આ નામ તો મારા ફઈબાએ કે ગુરુદેવે સોંપેલું છે. એની સાથે મારે શો સંબંધ ? આવી વિચારણાથી આપણે કેટલા સંકલેશથી બચી જઇએ ?
મનમાં ક્રોધ માન સાવ જ ન આવે એવું તો ન બની શકે. મને પણ ક્યારેક આવી જાય, પણ કમ સે કમ એટલું નક્કી કરો : તમારો ક્રોધ કે તમારું અભિમાન વાણી દ્વારા બહાર ન આવે.
-
મનમાં જ આવશે તો માત્ર તમને જ નુકશાન કરશે, પણ વચનમાં કષાયો આવશે તો બીજાને પણ નુકશાન કરશે. આપણે બળ્યા તો કદાચ ભલે બળ્યા, પણ બીજાને શા માટે બાળવા ?
મારા સાત અજ્ઞાન
(૧) હું સર્વોપરિ ચૈતન્યનો અંશ છું, તે હું જાણતો નથી.
(૨) હું અહંમાં પુરાયેલ છું, તે હું જાણતો નથી. (૩) મને નામ-રૂપ ખૂબ ગમે છે, પણ વસ્તુતઃ તે જ દુ:ખ-દાયી છે, તે હું જાણતો નથી.
(૪) દૃશ્યમાન જગત જ મને સાચું લાગે છે.
(૫) અદશ્યમાન વિશ્વ કેવું હશે ? તેનો હું કદી વિચાર કરતો નથી.
(૬) હું શરીર છું – એ જ ખ્યાલમાં હું રાચતો રહું
છું.
(૭) જગતના જીવોની સાથે મારો સંબંધ હું જુદો માનું
છું.
૧૯૨ ♦ કહ્યું, કલાપૂર્ણસૂરિએ