Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ચારિત્રની વાત કરતાં વચ્ચે કષાયો ક્યાં આવ્યા ? કષાયની સાથે ચારિત્રનો સંબંધ છે. જેમ જેમ કષાય ઘટતા જાય તેમ તેમ ચારિત્ર આવતું જાય.
અનંતાનુબંધી કષાય જાય તો જ સમ્યક્ત્વ મળે.
અપ્રત્યાખ્યાની કષાય જાય તો જ દેશવિરતિ ચારિત્ર મળે. પ્રત્યાખ્યાની કષાય જાય તો જ સર્વવિરતિ ચારિત્ર મળે. સંજ્વલન કષાય જાય તો જ યથાખ્યાત ચારિત્ર મળે.
આ તો આપણે જાણીએ છીએ ને ?
કષાય દૂર કરવા શું કરવું ? જેમના જેમનામાં તમને જે જે કષાયની મંદતા જોવા મળે તેની તેની તમે ખૂબ ખૂબ અનુમોદના કરતા જાવ. તેમને નમન કરતા જાવ. કષાયમુક્ત પ્રભુને નમન કરતા જાવ. જે ગુણને તમે નમો એ ગુણ તમારામાં આવી જ જાય. આ નિયમ છે.
* ક્રોધ કેમ આવે છે ? અભિમાનના કારણે. અહંકારને ટક્કર લાગે એટલે જ ક્રોધ આવે. તમે તમારી માનસિક વૃત્તિનું બરાબર નિરીક્ષણ ક૨શો તો આ વાત તરત સમજાઇ જશે.
ક્રોધ અને માનનું ગાઢ બંધન છે. માયા અને લોભનું ગાઢ બંધન છે.
ઘરમાં ક્યાંક ક્યારેક દેખાતા સાપ, વીંછીને તરત જ દૂર કરનારા આપણે કષાયોને દૂર કરતા નથી એનો અર્થ એટલો જ કે આપણને કષાયો સાપ જેવા લાગ્યા નથી.
મોક્ષ મેળવવો’ એ જેમ ધ્યેય રાખ્યો છે, તેમ કષાયાદિ ભાવોથી મુક્ત બનવું, એ પણ ધ્યેય હોવો જોઇએ. કષાયથી મુક્તિ થશે, પછી જ પેલી મુક્તિ મળશે ને ? “ગાય-મુક્તિ: મુિક્તિ-રેવ ।” કષાય-મુક્તિ થતાં, ઉપરનો મોક્ષ તો મળશે ત્યારે મળશે, પણ તમને અહીં જ મોક્ષનું સુખ મળશે.
પ્રશમનું સુખ એટલું જોરદાર હોય છે કે એને વર્ણવવા શબ્દો ટૂંકા પડે.
૧૯૦ × કહ્યું, કલાપૂર્ણસૂરિએ