Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શાનો છોડે ? તમને લૂંટવા એ પોતાના સાથીદારોને મોકલવાનો જ. તમારે આ ગુંડાઓથી બચવાનું છે.
આ ગુંડા બહારથી નથી આવતા, અંદરથી જ આવે છે. આવા અવસરે તમે એકદમ જાગૃત થઈ જજો. તમારા પોતાના શુદ્ધ-સ્વરૂપને યાદ કરજો. રાગાદિ ભાવો વિભાવ-દશા છે, સ્વભાવ-દશા નથી એ કદી ભૂલવાનું નથી.
-
રાગાદિના તોફાન વખતે શરીરની તાકાત કામ ન લાગે, આત્મ-શક્તિ કામ લાગે. હોઇ શકે કે તમે શરીરથી દૂબળા હો ! પણ તેથી શું થયું ? એક કહેવત છે :
‘જાડા જોઇને ડરવું નહિ. દૂબળા જોઇને સામે થવું નહિ.' એટલે શરીર જાડું હોય કે પાતળું હોય તેની બહુ ચિંતા નહિ કરતા. ગોળીઓ ખાઇને વજન નહિ વધારતા. અંદર આત્મશક્તિ જોઇએ, ધૃતિ જોઇએ. જેનામાં ધૃતિ હોય તે જ મોહના તોફાનથી બચી શકે. ધૃતિ આત્મશક્તિ છે.
* આપણે અત્યારે લાલચમાં કહીએ છીએ : ‘સંયમ ઘણું સરળ છે. આવી જાવ. કાંઇ વાંધો નથી.' આ ખોટું છે. એને સમજાવો : ‘સંયમ ઘણું તકલીફવાળું છે, લોઢાના ચણા ચાવવા જેટલું કઠણ છે. હિંમત હોય તો જ આવજો.' અમને આવું જ સમજાવવામાં આવેલું.
તમે જો સંયમ સરળ છે એવી વાતો કરીને કોઇને દીક્ષા આપશો તો એ અહીં થોડી જ પ્રતિકૂળતામાં નાસીપાશ થઇ જશે. પોચટોનું અહીં કામ નથી.
-
સંયમ તો યોગ્યને જ અપાય. યોગ્યને સંયમ આપવાથી લાભ છે, તેમ અયોગ્યને સંયમ આપવાથી ગેરલાભ પણ એટલો જ છે, એ ભૂલવાનું નથી.
* આપણે ‘સાતલાખ' નથી બોલતા એટલે આપણે એમ માની લીધું :
આપણે તો અઢારેય પાપથી છૂટી ગયા. આપણને જરૂર
૧૮૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ