Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
આના ફળરૂપે આત્મ રમણતારૂપ સમાધિ મળે.
- સમાધિ સુધી જવા માટે ઉત્કટ આત્મશક્તિ જરૂરી છે. આપણી આત્મશક્તિ દબાયેલી છે. ચારિત્રનું પાલન કરવાથી આત્મશક્તિ પ્રગટ થાય છે. * .
સમાધિમાં રમમાણ યોગી, કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરિજીની જેમ બોલી ઊઠે : મોક્ષગતું ISતુ | મોક્ષ થાવ કે ન થાવ ! ઉપા. યશોવિજયજીની જેમ બોલી ઊઠે :
“મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી !' * કર્મસાહિત્ય આદિનો અભ્યાસ, આ માટે જ કરવાનો છે.
કર્મ કેવી રીતે બંધાય ? તેનાથી શી રીતે છૂટાય ? એ બધું જાણીએ તો એને દૂર કરવા પ્રયત્નશીલ બનાય ને ?
માત્ર કર્મપ્રકૃતિઓ ગણવા માટે કર્મગ્રંથો નથી ભણાવ્યા, પણ કર્મના હુમલા રોકવા [સંવર કરવા ]અને કર્મ પર સામેથી હુમલા કરીને તેને ખતમ નિર્જરા] કરવા જણાવ્યા છે.
નિર્જરા તપથી થાય છે. તપના બાર ભેદોમાં સૌથી પાવરફૂલ સ્વાધ્યાય કહ્યો છે. આપણને કાયોત્સર્ગ-ધ્યાન પાવરફૂલ લાગે, પરંતુ એને પણ પાવરફૂલ બનાવનાર સ્વાધ્યાય જ છે.
બાકીના વિનય, વેયાવચ્ચ એના સાધનો છે. વડીલોના વિનયવેયાવચ્ચ વગેરે વિના સ્વાધ્યાય આવી જશે, એવી ભ્રમણામાં રહેતા નહિ.
બાહ્ય તપ ન હોય તો વિનય - વેયાવચ્ચ આદિ આવ્યંતર તપ આવી જશે, એવી ભ્રમણામાં પણ રહેશો નહિ. એકાસણામાં જેટલો સમય મળે તેટલો નવકારશીમાં મળે ? તમે જ વિચારો. ખાવા-પીવામાં લાવવામાં ને લુણા સાફ કરવામાં જ દિવસ પૂરો થઈ જાય. પછી ભણવાનું ક્યારે ! બાહ્ય તપ વિના આત્યંતર તપ આવે જ નહિ. આ અનુભવની ચીજ છે. અટ્ટમ, ઉપવાસ આદિ કરી જુઓ. સાધનામાં આનંદ વધતો જણાશે.
દાદાની યાત્રા ખાઈ-પીને કરો કે ખાલી પેટે કરો ? એક
૧૮૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ