Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ભાષામાં કહું તો : “દ્વિત્રા ' બે-ત્રણ જ એવા તત્ત્વજ્ઞ પુરુષો હશે !
આપણો નંબર એ બે-ત્રણમાં લાગે, માટે મારો આ પ્રયાસ છે.
આ ચારિત્રની દુર્લભતા ક્યારેય સમજાય છે ? જગતમાં કોઈ એવી જગ્યા નથી, જ્યાં અનંતીવાર આપણે જન્મ-મરણ કર્યા ન હોય. આવા આ સંસારમાં ચારિત્ર માત્ર અહીં જ મળ્યું છે. આવા ચારિત્રરત્નને પામીને જે પોતાના આત્માને મોક્ષમાર્ગમાં જોડી શકતો નથી તે ખરેખર દયનીય છે, કરુણાસ્પદ છે. એની પુણ્યહીનતા વર્ણવવા કોઈ શબ્દો નથી. [ગાથા-૧૦૨].
* ચારિત્ર ધર્મમાં સીદવું એટલે જહાજમાં બેસીને કાણા કરવા! જહાજમાં બેસીને કાણા કરનારા આપણે સંસાર-સમુદ્રને શી રીતે તરી જવા માંગીએ છીએ ? એ સમજાતું નથી..
પુસ્તક-પ્રેમ અબ્રાહમ લિંકન, બર્નાર્ડ શો, ટાગોર વગેરે સ્કૂલમાં બહુ ભણ્યા ન્હોતા, ડાર્વિન, વિલિયમ સ્કૉટ, ન્યૂટન, એડીસન, આઈન્સ્ટાઈન વગેરે સ્કૂલમાં ઢબુના ઢ હતા. નેપોલિયન ૪૨મા નંબરે હતો, પણ આ બધાએ પુસ્તકોના અધ્યયન દ્વારા અભુત યોગ્યતા મેળવી હતી.
નેપોલિયન અને સિકંદર જેવા તો લડાઈ વખતે પણ પુસ્તકો વાંચતા હતા. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ રૂઝવેલ્ટ મુલાકાત વખતે પણ સમય મળતાં પુસ્તક વાંચવાનું છોડતા નહિ. એક મુલાકાતી જાય અને બીજો આવે ત્યાં સુધીના સાવ થોડાક સમયનો પણ તેઓ આ રીતે સદુપયોગ કરી લેતા હતા.
કહ્યું કલાપૂર્ણસૂરિએ ૧૮૫