Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
બનતા રહેવાનું છે. હારીને બેસી જવાનું નથી. * સિદ્ધાચલ પર પૂ. આત્મારામજી મ. સ્વનિંદા કરતાં કહે છે :
અબ તો પાર ભયે હમ સાધો શ્રી સિદ્ધાચલ દર્શ કરી; જ્ઞાનહીન ગુણ-રહિત વિરોધી, લંપટ ધીઠ કષાયી ખરો; તુમ બિન તારક કોઈ ન દિસે, જયો જગદીશ્વર સિદ્ધગિરો.” કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે : “ત્વગ્નતામૃતપાનોત્થા, રૂત: શોર્મયઃ | પત્તિ માં નાથ, પરમાનન્દ - સમ્પવાનું !” "इतश्चानादि - संस्कार - मूर्छितो मूर्छयत्यलम्; રાવિષાવેજો, હતાશ: વરવા વિમ્ ?” હે પ્રભુ ! એક તરફ તારું શાસન મને ઉપર ખેંચે છે તો બીજી તરફ અનાદિના રાગાદિના સંસ્કારો મને નીચે ખેંચી રહ્યા છે. પ્રભુ ! હું શું કરું ?
क्षणं सक्तः क्षणं मुक्तः, क्षणं क्रुद्धः क्षणं क्षमी । मोहाद्यैः क्रीडयैवाहं ! कारितः कपिचापलम् ।
ક્યારેક આસક્ત ! કયારેક અનાસક્ત ! ક્યારેક કુદ્ધ ! ક્યારેક શાન્ત ! મારા મનની સ્થિતિ મને જ સમજતી નથી. આપના જેવા નાથ મળ્યા, છતાં મારી આવી સ્થિતિ ? અમુક તો એવા અધમ પાપો કર્યા છે કે કહેતાં જીભ ઉપડતી નથી.
આવા મહાન જ્ઞાની આચાર્ય પણ આવું કેમ કહેતા હશે ? આ પણ આરાધનાનો એક પ્રકાર છે.
કર્મ બાંધવાની યોગ્યતા તે સહજમળ. કર્મ તોડવાની યોગ્યતા તે તથાભવ્યતા.
તથાભવ્યતાનો પરિપાક કરવા માટેના ત્રણ [શરણાગતિ, દુષ્કૃત - ગોં, અને સુકૃત – અનુમોદના ] ઉપાયોમાં દુષ્કૃત ગહ પણ એક ઉપાય છે. તમે તથાભવ્યતાનો પરિપાક [દુષ્કૃત-ગર્ણાદિ કરવાનો પ્રયત્ન કરો તો તમારો મોક્ષ રોકવાની કોઈનામાં તાકાત નથી.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જે ૧૮૩