Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-૫ ૨૪-૪-૨૦૦૦, સોમવાર
* જે તત્ત્વો ભગવાન પાસેથી ગણધરોને મળ્યા તે આપણા જેવાને પણ ઉપયોગી થાય માટે તેમણે સૂત્રરૂપે રચના કરી.
એકેક સૂત્ર રત્નનો દાબડો, રત્નની પેટી ગણાય. માટે જ દ્વાદશાંગીને ગણિપિટક કહેવાય છે. ગણિપિટક એટલે ગણિની પેટી. ગણિ એટલે ગણધર ! આચાર્ય !
રત્ન તો ઠીક ચિંતામણિ રત્નથી પણ આ સૂત્રો અધિક મૂલ્યવાન છે, જે આ જ ભવને નહિ, પરલોકને પણ સુધારી આપે. ચિંતામણિ રત્ન આવું કરી શકે ?
* જ્યાં સુધી નવું ભણવાની શક્તિ હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરશો તો જ્ઞાનશક્તિ વધશે. ઉપયોગ નહિ કરો તો વગર પ્રયને અજ્ઞાનશક્તિ વધ્યા જ કરવાની.
ક્ષમાશક્તિ વધારવા પ્રયત્ન નહિ કરો તો ક્રોધશક્તિ વગર પ્રયત્ન વધતી જ રહેવાની છે.
આંતરિક ગુણો માટે પ્રામાણિક પ્રયત્ન કરતા રહીશું તો શાંતિ, સમાધિ વગેરે મૂલ્યવાન ચીજો મળતી રહેવાની.
* ચારિત્રનું પાલન કરવું એટલે ક્ષમાદિ દસ યતિ ધર્માદિનું પાલન કરવું, પાંચ મહાવ્રત, અષ્ટ પ્રવચન માતાનું પાલન કરવું.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૯