Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તેમ આપણે રટતા જઈએ તેમ તેમ એ પંક્તિ, એ વાક્યની તાકાત વધતી જાય. પછી એ દઢતમ બનેલા જ્ઞાનથી મોહની જાળ ભેદાઈ
જય.
આવું જો ન થઈ શકતું હોય તો માલતુષ મુનિને કેવળજ્ઞાન મળત નહિ. “મા રુષ, મા તુષ” માત્ર આ બે વાક્ય દ્વારા તેમણે વળજ્ઞાન મેળવી લીધું. આ બે વાક્ય આવડે છે ને ? કે શીખવાડું ? પણ આ પાઠ પોપટ-પાઠ ન જોઇએ.
“ક્રોધ ન કરવો; ક્ષમા રાખવી.' આટલો પાઠ ન આવડતાં દ્રોણાચાર્યે યુધિષ્ઠિરને થપ્પડ મારી. યુધિષ્ઠિર તરત જ બોલી ઊઠ્યો : “હવે પાઠ આવડી ગયો. કેમકે આપે થપ્પડ મારી છતાં મને ગુસ્સો નથી આવ્યો.”
પાઠ આ રીતે પાકો કરવાનો છે, અક્ષરથી નહિ, આચરણથી પાકો કરવાનો છે.
દ્રોણાચાર્યને તો એક યુધિષ્ઠિર મળ્યો. અહીં કોઈ “યુધિષ્ઠિર' મળશે ?
પ્રદર્શક જ્ઞાનથી આપણે અંજાઈ ગયેલા છીએ. પ્રદર્શક નહિ, આપણું જ્ઞાન પ્રવર્તક હોવું જોઇએ.
* જ્ઞાન પ્રકાશરૂપ છે. જ્ઞાનનું મહત્ત્વ હજુ આપણે સમજવા નથી. ક્રિયામાં જેટલો સમય આપીએ છીએ, તેટલો જ્ઞાન માટે નથી આપતા.
માત્ર આટલું જ યાદ રાખો : મારો આત્મા નિત્ય છે. બીજું બધું અનિત્ય છે. “यः पश्येन्नित्यमात्मानमनित्यं परसङ्गमम् ।।
छलं लब्धुं न शक्नोति, तस्य मोहमलिम्लुचः ॥" આવું જ્ઞાન દઢ બની જાય તો શરીરમાં કોઈ રોગ આવે કે કોઈ વસ્તુ ખોવાઈ જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય, તો પણ આપણે સ્વભાવમાંથી ચલિત ન બની શકીએ. મારી ચેતના મારી સાથે છે.
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૦