Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મન-વચન-કાયાના યોગો ભગવાનને આધીન રાખીએ છીએ કે મોહને આધીન રાખીએ છીએ ?
આ વેષ લીધો છે તે મોહની ચુંગાલમાંથી છૂટવા ને પ્રભુમય બનવા લીધો છે, તે તો ખ્યાલ છે ને ?
* બુદ્ધિના બળે સંસારી માણસો લાખો રૂપીયા કમાઈ શકે છે. બુદ્ધિ વગરના મજૂરો તનતોડ મહેનત કરવા છતાં કમાઈ શકતો નથી.
બુદ્ધિનો ફરક છે ને ?
અહીં પણ જ્ઞાન વધુ તેમ કર્મની નિર્જરા રૂપ કમાણી વધુ. જ્ઞાન ઓછું તો નિર્જરા પણ ઓછી !
* બીજબુદ્ધિના નિધાન, ત્રિપદી માત્રથી દ્વાદશાંગી બનાવનાર ગણધરોને દરરોજ સ્વાધ્યાય, પુનરાવર્તન ઈત્યાદિ કરવાની જરૂર શી ?
એમને પણ પુનરાવર્તન જરૂર હોય તો આપણને નહીં ? પુનરાવર્તનથી અનુપ્રેક્ષા માટેની પૂર્વભૂમિકા તૈયાર થાય છે. અનુપ્રેક્ષાથી અખૂટ આગમના અર્થો ફુરે છે.
અધ્યયનના પર્યાયવાચી શબ્દોમાં એક અદ્ભુત શબ્દ છે : કવી. ખૂટે નહિ તે અખીણ, અક્ષણ.
અનુપ્રેક્ષાથી એટલા અર્થો સ્લરે કે કદી ખૂટે નહિ, ક્યાંય સમાય નહિ.
આવી અનુપ્રેક્ષા આદિથી પરિકર્મિતતા આવ્યા પછી જ કેવળજ્ઞાન સુધી પહોંચી શકાય.
જ્ઞાન સૂક્ષ્મ બને તો જ ગ્રંથિભેદ શક્ય બને. કોઈપણ “કરણ” એ સમાધિ જ છે. કરણથી ગ્રંથિભેદ થાય. આગળ-આગળના કારણો આગળ-આગળની સમાધિ આપતા જાય. જ્ઞાન વધુને વધુ ને સૂક્ષ્મ બનતું જાય.
* આટલો બધો સ્વાધ્યાય ક્યારે કરીએ ? ઉંમર મોટી થઈ ગઈ, એમના માટે ઉપાય બતાવે છે : [બીજાએ આ ફાવતું નહિ
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૫