Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પાલીતાણા
ચૈત્ર વદ-દ્વિ-૪ ૨૩-૪-૨૦૦૦, રવિવાર
* ૪૫ આગમમાંથી અત્યારે આપણે ચંદાવિન્ઝય પયન્નાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ.
મુક્તિનો માર્ગ રત્નત્રયીમાં છે. એ મેળવવા માટે દેવ-ગુરુ અને ધર્મ છે. આને તત્ત્વત્રયી કહેવાય.
રત્નત્રયી મેળવવા તત્ત્વત્રયી જોઈએ. બને ત્રયીમાં ઉપાદાન અને નિમિત્ત બને કારણો રહેલા છે.
તત્ત્વત્રયી દિવ-ગુરુ-ધર્મ માં નિમિત્ત અને રત્નત્રયી [જ્ઞાનાદિ ગુણો દરેકમાં પ્રછન્ન રૂપે છે જ.] માં ઉપાદાન કારણ રહેલું છે.
આપણી રત્નત્રયીનું પુખકારણ તત્ત્વત્રયી છે. આવી આપણી દિઢ શ્રદ્ધા હોવી જોઈએ.
* દેવ-ગુરુની ભક્તિ વિના ખરું જ્ઞાન જીવનમાં આવતું નથી. માટે જ ભક્તિ વિના આવેલું જ્ઞાન, મિથ્યાજ્ઞાન કહેવાય છે, અજ્ઞાન કહેવાય છે.
* સૌ પ્રથમ આપણને નવકાર મળ્યો. આ નવકારમાં તત્ત્વત્રથી અને રત્નત્રયી બને છે. બને ત્રયીનો વિનય પણ નવકારમાં છે.
* અનુપ્રેક્ષામાં અર્થની વિચારણા કરવાની છે. એટલે કે તેમાં
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૦૩