Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
નથી. આ કુદરતી નિયમ બરાબર સમજી લેજો.
* આપણી અંદર બુદ્ધિ કદાચ અલ્પ હોય તોય પ્રયત્ન તો ન જ છોડવો જોઈએ. બુદ્ધિ આપણા હાથમાં નથી, પણ પ્રયત્ન તો હાથમાં છે. પ્રયત્ન ચાલુ રાખો. પોતાની મેળે જ્ઞાન વધશે. કદાચ ન વધે તોય શું ? તમારો પ્રયત્ન નકામો તો નથી જ. કદાચ તમે આખા દિવસમાં એક ગાથા, અરે અર્ધી ગાથા પણ કરી શકતા હો તો પણ પ્રયત્ન છોડતા નહિ, એમ આ ગ્રન્થકાર કહે છે.
* તમે જ્ઞાનમાં પુરુષાર્થ કરો છો, સ્વાધ્યાય કરતા રહો છો ત્યારે ક્ષણે-ક્ષણે ઢગલે-ઢગલા કર્મોને ખપાવતા રહો છો, એ ભૂલતા નહિ. [ગાથા-૯૧.]
બહુ કોડી વરસે ખપે, કર્મ અજ્ઞાને જેહ;
જ્ઞાની શ્વાસોચ્છવાસમાં, કરે કર્મનો છેહ... જ્ઞાનનો આ મહિમા જાણ્યા પછી તમારે જ્ઞાની બનવું કે અજ્ઞાની? તે પસંદ કરી લેજો.
પુસ્તક વિચારોના યુદ્ધમાં પુસ્તકો શસ્ત્ર છે.
– બર્નાર્ડ શૉ
કોટ જૂનો પહેરો પણ પુસ્તક નવું ખરીદો.
- થરો
તમારી પાસે બે રૂપીઆ હોય તો એકથી રોટલી અને બીજાથી પુસ્તક ખરીદો. રોટલી જીવન આપે છે, તો સુંદર પુસ્તક જીવન જીવવાની કળા આપે છે.
હું નરકમાં પણ સુંદર પુસ્તકોનું સ્વાગત કરીશ. કારણકે તેમાં એવી તાકાત છે કે એ ક્યાં હશે ત્યાં સ્વયં સ્વર્ગ બની જશે.
– લોકમાન્ય તિલક
૧૦૨ જ કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ