Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મૂકી દીધો ને ?
ભણેલું કદાચ યાદ હોય તો અભિમાન નહિ કરવું. જ્ઞાન , અભિમાન કરવા માટે નથી; અભિમાનને ગાળવા માટે છે. અભિમાન કરવા ગયા તો જે છે તે પણ ચાલ્યું જશે. જે પણ ચીજનું અભિમાન થાય, તે વસ્તુ આપણી પાસેથી ચાલી જશે. પ્રકૃતિનો આ સનાતન નિયમ છે.
* મદ્રાસમાં તો એવી સ્થિતિ થઇ ગયેલી કે લગભગ અંતકાળ નજીક ! મુહપત્તીના બોલ પણ ભૂલાઈ ગયેલા ! તે વખતે એવી આશા શી રીતે રાખી શકાય કે બચી જઈશ ને ગુજરાતમાં આવીને આમ વાચના પણ આપીશ? પણ તે વખતે ભગવાને મને બચાવ્યો. બીજા કોઇ શું કરી શકે? ભગવાન વિના કોનો સહારો ? માતાપિતા વગેરે બધું જ ભગવાન જ છે, એમ માનજો. માટે જ સિદ્ધસેન દિવાકરસૂરિજી ભગવાન સાથે માતા-પિતા આદિનો સંબંધ જોડવાનું કહે છે. એ અવસ્થામાં મારું જ લખેલું [જ્ઞાનસાર આદિ] મને જ કામ લાગતું.
* સ્વદર્શનમાં નિષ્ણાત થઈ શ્રદ્ધાવાનું બન્યા પછી જ પર દર્શનમાં નિષ્ણાત થવાનો પ્રયત્ન કરવો કે બીજું વાંચવું. એ વિના આડું અવળું વાંચવા ગયા તો મૂળ માર્ગથી ભ્રષ્ટ બની જશો.
* આપણો મોક્ષ અટકેલો છે, પણ ભરતક્ષેત્રમાંથી મોક્ષ અટકેલો છે, એવું નહિ માનતા. મહાવિદેહમાંથી અપહરણ કરાયેલા કોઈ મુનિનો અહીંથી અત્યારે પણ મોક્ષ થઈ શકે, એમ સિદ્ધપ્રાભૃતમાં લખેલું છે.
મોક્ષમાટે મનુષ્યલોક જોઇએ. મનુષ્યલોકથી બહાર મોક્ષે ન જઈ શકાય.
* તપ, ક્રિયા આદિની શક્તિ હોવા છતાં તે ગોપવવી, એટલે આપણા જ હાથે આપણી મોક્ષગતિ ધીમી કરવી.
* કેટલીક વસ્તુઓ વારંવાર આવ્યા કરે તો કંટાળવું નહિ, એ ભાવિત બનાવવા માટે આવે છે, એમ માનજો. નવકાર કેટલીવાર ગણવા ? કરેમિ ભંતે કેટલીવાર બોલવું ? કમ સે કમ નવ વાર.
૧૦૦ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ