Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
મિત્રાદૃષ્ટિમાં જીવ આવે ત્યારે જ પહેલું ગુણઠાણું યથાર્થ ગણાય. એ પહેલાનું ગુણઠાણું માત્ર નામનું હોય. એ રીતે જીવ ક્યારે કહેવાઇએ ? અંદરના ગુણો જાણીએ ત્યારે. એના પહેલા તો નામના જીવ ! બાકી જડના ભાંઇ !
* આ ગ્રન્થ ભારપૂર્વક કહે છે ઃ મહેરબાની કરીને તમે ગુરુ બનવાનો પ્રયત્ન નહિ કરતા, શિષ્ય બનવાનો જ પ્રયત્ન કરજો. આમ કરશો તો જ વિનય આવશે. વિનય આવશે તો બીજું બધું પોતાની મેળે આવશે. વિનય જ પાત્રતા આપે છે.
* ‘વિનય-નિગ્રહ' શબ્દનો પ્રયોગ આ ગ્રંથમાં થયો છે. વિનય-નિગ્રહ એટલે વિનય પરનો કાબુ ! ઘોડેસવારનો ઘોડા પર કાબુ હોય તેમ આપણો વિનય પર કાબુ હોવો જોઇએ. આને જ ‘વિનય-નિગ્રહ' કહેવાય. કુશળ ઘોડેસવાર પાસેથી ઘોડો ન છુટે તેમ વિનયનો નિગ્રહ કરનારની પાસેથી વિનય ન છુટવો જોઇએ.
* ૪૫ આગમ જેમ આગમ કહેવાય, તેમ તેમના પરની ટીકા-ચૂર્ણિ આદિ પણ આગમ જ છે. ટીકા, ચૂર્ણિ તો આગમના અંગ છે. અંગને છોડીને તમે પુરુષને શી રીતે માની શકો ?
પૂ. આનંદઘનજી કહે છે :
‘ચૂર્ણિ, ભાષ્ય, સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ-પરંપર અનુભવ રે; સમય-પુરુષના અંગ કહ્યા એ, જે છેદે તે દુર્ભવ્ય રે...' જે લોકો [સ્થાનકવાસીઓ] ટીકા વગેરેને નથી માનતા તેમના માટે આવું લખ્યું છે.
આગળ વધીને કહું તો હરિભદ્રસૂરિજીના ગ્રંથો પણ આગમ કહેવાય. કારણ કે તેઓ આગમ-પુરુષ હતા. આગમને જીવનમાં તેમણે પચાવેલું. ઉપા. યશોવિજયજી મ. કહે છે : હરિભદ્રસૂરિજીના યોગગ્રંથો વિના તમે આગમના રહસ્યો પામી શકો નહિ.
* વિનય-નિગ્રહ એટલે વિનય-ગુણ એવો આત્મસાત્ થયેલો હોય કે ઉંઘમાં પણ વિનય જાય નહિ. આવો વિનીત શિષ્ય ગુરુની આજ્ઞા માની સાપને પણ પકડવા જાય, ગુરૂ આજ્ઞાથી સચ્ચિત્ત પણ
૧૬૮ ૨ કહ્યું, કલાપૂર્ણસૂરિએ