Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
વિના લીધેલી દીક્ષા સફળ ન થાય. આવા કોઈ વિચારે તેમણે ઘણા વર્ષો સુધી વાટ જોઈ.
૩૬ વર્ષની ઉંમર થઇ ત્યારે આધોઈમાં એક બેનનો ઠપકો સાંભળવા મળ્યો. આધોઈમાં સાંજે પ્રતિક્રમણ પછી બેનોની પરસ્પરની વાતચીતમાં એક બેન બોલી ઊઠ્યા : ““આ માવડીઓ શું દીક્ષા લેવાનો ?”
આટલા જ વાક્ય તેઓ સંયમ લેવા એકદમ ઉત્સુક થઈ ગયા. ૧૯૮૩માં પૂ. કનકસૂરિજી મ. પાસે દીક્ષા લઈ તેઓ મુનિ શ્રી દીપવિજયજી તરીકે પ્રસિદ્ધ થયા.
* તેમને સ્તવનો – સજ્જાયો ખૂબ જ કંઠસ્થ હતા. લોકો તે સાંભળવા પડાપડી કરતા. એમના વ્યાખ્યાનમાં તે જમાનામાં વિદ્યાશાળા આખી ભરાઈ જતી. વ્યાખ્યાનમાં એમની સ્મૃતિ - શક્તિના અજબ-ગજબના ચમકારા જોવા મળતા.
સમય તો એક સેકન્ડ પણ ન બગાડે. ચંડિલ-માત્રુ જતાં – આવતાં પણ સ્વાધ્યાય ચાલુ.
ચૌદસનો ઉપવાસ તો જીવનમાં કદી નથી છોડ્યો. ઓપરેશન વગેરેમાં પણ નહિ. ફલતઃ ચૌદસે જ એમને સમાધિ આપી. અમે એ દિવસે ઉપવાસ ન કરવા ઘણું સમજાવ્યું, પણ ઉપવાસ ન મૂક્યો તે ન જ મૂક્યો. તપનો આટલો પ્રેમ હતો.
ચાનું નામ નહિ ! રોજ એકાસણા ! આ તો અમારા સમુદાયની પરંપરા હતી. પૂ. દર્શનવિજયજી પણ એમની સાથે ઉપવાસ - આયંબિલ આદિ કરી લેતા.
આઠમના દિવસે એમની પાસે એકાસણાનું પચ્ચખાણ લેતાં શરમ આવે. એમનો એક પ્રિય હો, જે પૂ. જીતવિજયજી મ. પાસેથી શીખેલા હતા ?
નીચી નજરે ચાલતાં, ત્રણ ગુણ મોટા થાય; કાંટો ટળે દયા પળે, પગ પણ નવિ ખરડાય...” આના કારણે એમની ડોક જ ઝૂકી ગયેલી. બ્રહ્મચર્યની
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૩