Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
પૂજ્ય પંન્યાસજીશ્રી પાસે ત્રણ વર્ષ રહેવાનું થયું. ઘણું-ઘણું જાણવા મળ્યું.
* વિનય-ગુણ ઉપાધ્યાયમાં સિદ્ધ થયેલો હોય છે. જેમને જે ગુણ સિદ્ધ થઈ ગયો હોય, તેની સેવાથી, તેમના નમસ્કારથી પણ આપણને તે ગુણ મળી શકે, એમ પૂ. હરિભદ્રસૂરિજી કહે છે.
* ઉપાધ્યાય ભગવંતની શિક્ષણ-શક્તિ એટલી પાવરફૂલ હોય કે પત્થર જેવા મૂરખ શિષ્યમાં પણ જ્ઞાનના અંકુરા ઉગાડી શકે.
“મૂરખ શિષ્ય નિપાઈ જે પ્રભુ, પહાણને પલ્લવ આણે.”
* ઉપાધ્યાય રાજકુમાર છે, ભાવિ રાજા છે. એટલે કે ભાવિ આચાર્ય છે. ઉપાધ્યાયની વાણી મધુર અને શીતલ હોય છે. તાપથી સંતપ્ત હોઈએ ત્યારે ચંદન મળે તો ? આજના જેવું ચંદન નહીં, પણ બાવના ચંદન મળે તો ? બાવના ચંદન એટલે બાવન મણ ઉકળતા તેલમાં ચંદનનો એક નાનો ટૂકડો મૂકવામાં આવે તો પણ એ શીતલ બની જાય, માટે જ એ બાવના ચંદન કહેવાય. તેમ સંસારના તાપથી તપેલા જીવોને એવી મધુરવાણીથી ભીંજવે કે એના બધા જ અહિત-તાપ ટળી જાય.
પ્રશ્ન : તપમાં સ્વાધ્યાય આવી જવા છતાં “તપ સક્ઝાયે રત સદા” એમ કેમ લખ્યું ?
ઉત્તર : સ્વાધ્યાયની મુખ્યતા બતાવવા માટે. સ્વાધ્યાય ઉપાધ્યાયનો શ્વાસ હોય.
* સૂત્ર અધૂરું મૂકી દઈએ તો પાર ન પહોંચી શકીએ. ઉપાધ્યાય ભગવંત પાર પહોંચેલા હોય, એટલે જ તેઓ “પારગ” કહેવાય. વળી તેને ધારણ કરનાર તેઓ “ધારગ” પણ છે. પારગધારગ બને તે જ ધ્યાતા બને.
પૂ. ઉપા. યશોવિજયજીએ ઉપાધ્યાયનો એક અર્થ આ પણ કર્યો છે :
ઉપ = સમીપમાં .. આ = ચારે બાજુથી
કહ્યું
ક્લાપૂર્ણસૂરિએ જ ૧૫૧