Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
અર્થ એ કે મોક્ષની રુચિ નથી.
* મોક્ષ આપણી અંદર છે, ભગવાન આપણી અંદર બેઠા છે, પણ એ પામવાની તીવ્ર તાલાવેલી ન હોય ત્યાં સુધી એના દર્શન શી રીતે થઇ શકે ? દર્શન ન મળે એ બને, પણ એ માટે આપણને કાંઇ ખટકે નહિ, વિરહ લાગે નહિ, એ કેમ ચાલે? વિરહના અનુપાતમાં જ દર્શન મળશે. જેટલા પ્રમાણમાં વિરહ અનુભવશો તેટલા પ્રમાણમાં દર્શન કરી શકશો. જેટલી ભૂખ અનુભવશો તેટલું ભોજન પચાવી શકશો.
* પ્રશ્ન : ““પારગ-ધારગ તાસ.' અહીં પહેલા “ધારકને પછી “પારક’ જોઈએ ને ?
ઉત્તરઃ નહિ, જે છે તે બરાબર છે. કોઈપણ ગ્રન્થ પૂરો કર્યા પછી તમે એના પારક [ પાર પામી ગયેલા ] કહેવાઓ, પણ પછી શું કરવાનું ? એ ગ્રંથ ભૂલી જવાનો ? નહિ, એને ધારણ કરી રાખવાનો છે. આથી જ પહેલા પારગ અને પછી ધારગ. ઉપાધ્યાય ભગવંત બાર અંગના પારગ અને ધારગ હોય.
આપણે પારગ-ધારગ બન્યા વિના જ આગળ વધ્યા કરીએ છીએ એટલે જ બધી ગરબડો થયા કરે છે. પાંચ પ્રતિક્રમણના સૂત્રોમાં પણ આપણે પારગ-ધારગ બન્યા ?
સૂત્ર, અર્થ અને તદુભયથી એ સૂત્રો આત્મસાતુ થવા જોઈએ. પૂ. હરિભદ્રસૂરિના શબ્દોમાં કહું તો ઋત, ચિંતા અને ઠેઠ ભાવનાજ્ઞાન સુધી પહોંચી જવું જોઈએ.
શ્રુતજ્ઞાન પાણી જેવું, ચિંતાજ્ઞાન દૂધ જેવું છે. ભાવના જ્ઞાન અમૃત જેવું છે.
* આદાન-પ્રદાન બંધ થઈ જવાથી, વિનિયોગ બંધ થઈ જવાથી ધ્યાનાદિની ઘણી પરંપરાઓ બંધ થઈ ગઈ છે. હવે એ પરંપરા શી રીતે મેળવવી ? માટે જ બુદ્ધિમાનનું એ કામ છે : પોતાને જે ઉત્તમ પરંપરા મળી છે, તે આગળ ચલાવે, વાચનાદિ દ્વારા વિનિયોગ કરે. વિનિયોગ કરવાની જેનામાં શક્તિ હોય, તે બીજું બધું છોડીને
કહ્યું કલાપૂર્ણસૂરિએ જ ૧૪૯