Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જેમણે પોતાના આત્માને જૈન પ્રવચનોથી ભાવિત બનાવ્યો છે.
સાધુ જ આ વિષય-કષાયમય દાવાનલને શમાવી શકે છે. પ્રશ્ન : વિષય-કષાય બન્નેમાંથી ભયંકર કોણ ?
ઉત્તર : વિષય વધુ ભયંકર. વિષયની - કામનાની પૂર્તિ નહિ થવાથી જ જીવ કષાયમાં સરકી પડે છે.
“ને અને તે મૂઢટાળે, जे मूलठाणे से गुणे"
– આચારાંગ સૂત્ર * આપણે આ બધું સાંભળીએ છીએ ખરા, પણ સાધના પછી પર મૂલતવી રાખીએ છીએ. ભૂખ અને તરસ શમાવવા આહાર-પાણી માટે કેવી ઉતાવળ કરીએ છીએ ? તેવી શોધ, સાધના માટે કદી કરી ?
* ચૈત્રી ઓળી અહીં પૂર્ણ થઇ. અહીં જ રહેવાનું એટલે અહીંથી જ ગોચરી - પાણી લેવા, એવું નહિ કરતા. ૨૦ વર્ષ પહેલા તો અમે ઠેઠ ગામમાંથી ગોચરી લાવતા હતા.
* મુનિ એટલે કરુણાસિબ્ધ !
દીક્ષા લીધી ત્યારથી કુટુંબ ભલે છોડ્યું, પણ આખા વિશ્વને કુટુંબ બનાવ્યું. કોઈની સાથે કાંઈ લેવા-દેવા નહિ, “હું મારું કરું,” એવી વૃત્તિ ન ચાલે. સર્વજીવો સાથે કરુણાપૂર્ણ જીવન જીવવાનું છે.
સર્વ જીવો સાથે કરુણાપૂર્ણ જીવન ! નિરંતન કરે આત્મામાં રમણ... ! એનું નામ શ્રમણ...!
* કોઈ શક્તિ કે લબ્ધિ પ્રગટેલી હોય, લોકો બિરૂદાવલી બોલાવતા હોય, પણ મુનિ તેનાથી ફૂલાઈ ન જાય. અંતરથી નિર્લેપ રહે.
આ બધી ઢાળો કંઠસ્થ કરશો તો કમ સે કમ એટલો ખ્યાલ આવશે : મારે કેવા બનવું છે ? આ ઢાળોમાં આપણા શુદ્ધ સાધુ જીવનનો નકશો છે. અહીં જેવી કરણી હશે, તેવી ગતિ, પરલોકમાં મળશે.
૧૫૬ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ