Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
હારી જાય, અંદર પડેલું પ્રભુનું પ્રતિબિંબ ધૂંધળું બની જાય, જતું રહે. માટે જ કષાયોનો સંપૂર્ણ ક્ષય ન થાય ત્યાં સુધી ભરોસો કરવા જેવો નથી.
* “તપ-તેજ દીપે, કર્મ જીપે, નૈવ છીપે પર ભણી.”
તપના તેજથી દીપતા મુનિ કર્મને જીતી શકે. તપ વિના કર્મો - કષાયો જીતી શકાય તેમ નથી.
આવા મુનિ સંસારમાં ક્યારેય લલચાતા નથી.
સાધુપણું મળી જ ગયું છે, મુંડન કરી જ નાખ્યું છે તો આવા સાચા મુનિ શા માટે ન બનવું ?
* “બાહ્યતપની મારે કોઈ જરૂર નથી. મને આત્મા મળી ગયો છે. એવું વિચારી વ્યવહાર કદી છોડતા નહિ. નહિ તો ઉભયભ્રષ્ટ બની જવાશે. નિશ્ચય મળશે નહિ ને વ્યવહાર ચાલ્યો જશે. નિશ્ચયદષ્ટિ હૃદયમાં ધરવાની છે. વ્યવહાર દૃષ્ટિ આચરણમાં લાવવાની છે. તો જ મુક્તિના મુસાફર બની શકાશે. “નિશ્ચય દષ્ટિ હૃદયે ધરીજી, જે પાળે વ્યવહાર;
પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર * “જિમ તરફૂલે.”
ભમરો ફૂલને જરાય પીડા ન થાય, તેમ રસ ચૂસે તેમ મુનિ ગોચરી વહોરે. કોઇને લાગે જ નહિ કે મહારાજ મારે ત્યાંથી વહોરી ગયા.
કદાચ આવા ક્ષેત્રમાં આવી નિર્દોષ ગોચરી શક્ય ન હોય તોય યથાશક્ય દોષોનો પરિહાર કરવો જોઈએ. | * તિથિના દિવસે કેળામાં ઓછો દોષ હોવા છતાં મગ આદિ વપરાય છે, તેમાં આસક્તિ ન થાય તે કારણ છે. તે જ રીતે ભાતાખાતાનું નિર્દોષ હોવા છતાં આસક્તિના કારણે પૂ. કનકસૂરિજી
૧૫૮ જ કહ્યું કલાપૂર્ણસૂરિએ