Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
તો ચાલે ?
* આપણી ગતિ કીડીની કે પોપટની ? પ્રશ્ન : ગતિ ચાલુ થઈ ગઈ તોય મોટી વાત છે.
ઉત્તર : ગતિ ચાલુ થઈ જ ગઈ છે. તો જ તમે દીક્ષા લીધી છે. એમને એમ ઘર-સંસાર છોડીને તો નથી જ આવ્યા.
* મને થાક નથી લાગતો. હું ભગવાનનો સેવક બનીને બોલું છું. તમારામાંથી એક પણ ન સમજે તો પણ હું નિરાશ ન થાઉં. કારણ કે હું તો લાભમાં જ છું. “બ્રુવતોડનુહબુદ્ધય વસ્તુસ્તુ પછાત્તતો. દિત| '” અનુગ્રહ બુદ્ધિથી બોલનારને એકાંતે લાભ જ છે, એમ કહેતા ઉમાસ્વાતિ મહારાજનો અમને સધીયારો છે.
* આપણે જો દિવસમાં મનને ૩૦ મિનિટ પણ સંકલેશ રહિત બનાવી શકીએ તો એ ૩૦ મિનિટ પણ મુક્તિ માર્ગ તરફનું પ્રયાણ બની રહેશે. રોજ ઊંચા-ઊંચા પગથીયા ચડીને દાદાની યાત્રાએ જઈએ છીએ તો આટલી સાધના નહિ કરીએ ?
આપણે સિદ્ધિ માંગીએ છીએ, પણ સાધના નથી માંગતા. સાધના વિના સિદ્ધિ શી રીતે મળે? તૃપ્તિ માંગીએ પણ ભોજન ન માંગીએ તો ? ભોજન વિના તૃપ્તિ થવાની?
* આપણી મન-વચન-કાયાની પ્રવૃત્તિ કમ સે કમ આપણાથી તો અજ્ઞાત નથી જ. આપણી જાત માટે તો કમ સે કમ આપણે સર્વજ્ઞ જ છીએ. એનું બરાબર નિરીક્ષણ કરીએ ને એને દિશા આપતા રહીએ તો પણ કામ થઈ જાય. આત્મ-નિરીક્ષણ એક દર્પણ છે, જેમાં પોતાની જાતને જોવાની છે.
આગમ દ્વારા પણ આત્મનિરીક્ષણ કરવાનું છે. તો જ સાચી દિશા દેખાશે.
કોઈ માન-સન્માન વધારે આપે તો ફૂલાઈ નહિ જતાં. આત્મનિરીક્ષણના આ આરીસામાં તમારામાં રહેલા ડાઘા જોતા રહેશો તો તમે ફૂલણજી નહિ બની શકો. કોઈ નિંદા કરે તો નારાજ પણ નહિ બની શકો.
૧૬૨
કહ્યું, કલાપૂર્ણસૂરિએ