Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
જ એનાથી મુક્ત બની શકાય.
સિદ્ધચક્રની આરાધના સંજ્ઞાની પક્કડમાંથી છૂટવા માટે જ છે.
સિદ્ધચક્રમાં સાધ્ય, સાધક અને સાધના બધું જ છે. અરિહંત, સિદ્ધ સાધ્ય છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ સાધક છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ સાધના છે.
આપણું પરંપર સાધ્ય અરિહંત, સિદ્ધ ભલે હોય, પણ વર્તમાનમાં સાધુપણું અનંતર સાધ્ય છે. સાચું સાધુપણું આવી જાય તો સાચા સાધક બની શકીએ. સાચો સાધક બને તે સાધ્ય મેળવે
સમતા, સહાયતા ને સહનશીલતા દ્વારા સાચું સાધુપણું આવી
શકે.
તમારામાં આ ત્રણેય છે ને ? મને તો લાગે છે કે છે. તમારામાં કેવી સમતા છે ? કેવા શાંત બેઠા છો ? પરસ્પર કેટલી સહાયતા કરો છો ? કોઇપણ નવો વાચના માટે આવ્યો એટલે તરત જ જગ્યા કરી આપો છો. બીજા સમુદાયવાળાને તો તરત જ આગળ બેસાડો છો. સહન કરીને પણ બીજાને આગળ કરો છો. મારું આ બધું ખોટું નથી ને ?
* દુનિયાના બધા જ જીવોને સમજાવવું સહેલું છે, એક માત્ર પોતાના આત્માને સમજાવવું મુશ્કેલ છે. દીવો બીજાને પ્રકાશ આપે, પણ તેની નીચે જ અંધારું ! દૂર પર્વત બળતો દેખાય છે, પણ પગ નીચે આગ દેખાતી નથી.
હજારોને તારવાની શક્તિ હોવા છતાં સ્વ-આત્માને ન તારી શકીએ તો શા કામનું ? બધાનું પેટ ભરાઈ જાય, પણ પોતાનું જ પેટ ન ભરાય તો ?
* સંસારના દાવાદળને શમાવવામાં સમર્થ એક માત્ર જૈન પ્રવચન છે. સાધુ એ શમાવી શકે. કારણ કે એમને જૈન પ્રવચન મળ્યું છે.
કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિજી કહે છે કે તેમને અમે અંજલિબદ્ધ પ્રણામ કરીએ છીએ, તેમની અમે ઉપાસના કરીએ છીએ,
કહ્યું કલાપૂર્ણસૂરિએ છે ૧પપ