Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
શાની પ્રતિજ્ઞા ? ખાલી મૌન રહેવાનું ? મૌન રહીને કરશો શું ? અબોલા રાખનારા પણ મૌન હોય છે. માત્ર મૌનની થોડી કિંમત છે ? વૃક્ષો અને પત્થરો પણ મૌન છે. એવું મૌન તો એકેન્દ્રિયમાં ઘણુંય પાળ્યું છે.
પૂ. ઉપા. મ. કહે છે : આપણા યોગોની પુદ્ગલમાં પ્રવૃત્તિ ન થવા દેવી તે ઉત્કૃષ્ટ મૌન છે.
ચાર શરણનો ચાર કષાય
ટાળવા માટેનો સંદેશ અરિહંત ઃ ક્રોધને છોડી ક્ષમાશીલ બનો. જુઓ.
મેં મારા જીવનમાં દુશ્મનો તરફ પણ
ક્રોધ કર્યો નથી. સિદ્ધ : માન છોડી નમ્ર બનો. નાનાને પણ
બહુમાન ભાવથી જુઓ. હું નિગોદના જીવને પણ મારો સાધર્મિકબંધુ ગણું
છે. સાધુ ? માયા છોડી સરળ બનો. સરળ હોય
છે તે જ સાધુ બને છે ને તેની જ
શુદ્ધિ થાય છે. ધર્મ : લોભ છોડી સંતોષી બનો. હું જ
પરલોકમાં ચાલનાર વાસ્તવિક ધન છું. મને જે અપનાવશે તે સંતોષી બનશે.
કહ્યું,
લાપૂર્ણસૂરિએ જ ૧૫૩