Book Title: Kahe Kalapurnasuri Part 02 Gujarati
Author(s): Muktichandravijay, Munichandravijay
Publisher: Shanti Jin Aradhak Mandal
View full book text
________________
ગુપ્તપણે. B. અપરિગ્રાન્ત : સેવા અને સ્વાધ્યાય કરવામાં કદી થાકે જ
નહિ. સ્વાધ્યાયમાં સ્થૂલભદ્ર અને સેવામાં નંદિષેણ યાદ
આવી જાય. * વિનયની સિદ્ધિ શી રીતે મેળવવી ? સિદ્ધિ તેને કહેવાય જેમાં ગુણ આવ્યા પછી જાય નહિ. આ બધાનું વર્ણન આ ગ્રંથમાં આગળ આવશે.
અમારા આગમનથી તેઓ ભાગી જાય છે..
જંગલમાં જતા કોઈ માણસને ચાર સ્ત્રીઓ મળી. એમના નામો હતા : બુદ્ધિ, લા, હિમ્મત અને તંદુરસ્તી.
માણસે પૂછયું : “તમે ક્યાં રહો છો ?'
“અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.'
જવાબ સાંભળીને તે આગળ ચાલ્યો ત્યારે તેને ચાર પુરુષ મળ્યા. તેમના નામ હતા : ક્રોધ, લોભ, ભય અને રોગ. પૂછ્યું : “તમે ક્યાં રહો છો ?'
“અમે ચારેય ક્રમશઃ મગજ, આંખ, હૃદય અને પેટમાં રહીએ છીએ.”
અરે ! ત્યાં તો પેલી સ્ત્રીઓ રહે છે !”
તમારી વાત ખરી... પણ અમારું આગમન થતાં જ તેઓ ઘર છોડીને ભાગી જાય છે.”
ક્રોધથી બુદ્ધિ, લોભથી લજ્જા, ભયથી હિંમત અને રોગથી તંદુરસ્તી નષ્ટ થાય છે. '
કહ્યું, કલાપૂર્ણસૂરિએ ૫